Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કડીયાસાસી ગેંગના સદસ્ય હોવાનું ખૂલ્યું:
ખંભાળિયા તા. ૨૩: ભાણવડ શહેરમાંથી ગયા સપ્તાહે એક આસામીના બાઈકમાંથી રૂ.૧ લાખની રોકડવાળી થેલી ચોરી કરી લેવાઈ હતી. તેની શરૂ કરાયેલી તપાસમાં એલસીબીએ મધ્યપ્રદેશના બે શખ્સને દબોચી લીધા છે અને બાઈક, રોકડ, મોબાઈલ કબજે કર્યા છે. આ ગેંગ કડીયાસાસી ગેંગથી ઓળખાય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકામાં રહેતા એક આસામી ગયા સપ્તાહે પોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ભાણવડ શહેરમાં આવ્યા પછી તેઓએ રૂ.૧ લાખની રકમ બેંકમાંથી ઉપાડી કાપડની થેલીમાં રાખી તે થેલી મોટરસાયકલના હેન્ડલમાં ટીંગાડી હતી.
તે દરમિયાન આ થેલી હેન્ડલમાંથી કાઢી લઈ કોઈ શખ્સ નાસી ગયો હતો. જેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા દેવભૂમિ દ્વારકા એલસીબી સ્ટાફે પીઆઈ કે.કે. ગોહિલની સૂચના અને પીએસઆઈ બી.એમ. દેવમુરારી, સીંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયાના વડપણ હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો.
તે દરમિયાન બેંકના સીસીટીવી ફૂટેજ ચકાસાતા એલસીબીને નંબર પ્લેટ વગરનું સાઈન બાઈક શંકાસ્પદ જણાઈ આવ્યું હતું. આ બાઈક પર આવેલા બે શખ્સે ઉપરોક્ત બનાવને અંજામ આપ્યાનું ખૂલ્યું હતું. આ શખ્સોના દબાવાઈ રહેલા સગડ દરમિયાન ભાણવડ ચાર પાટીયા પાસેથી મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના સચિન ભગવાનસિંગ સીસોદીયા, બાબુ લખપતસિંગ સીસોદીયા નામના બે શખ્સને દબોચી લેવાયા છે.
આ શખ્સોએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી રૂ.૭૩૫૫ રોકડા, બે મોબાઈલ, બાઈક કાઢી આપ્યા છે. હાથ ધરાયેલી પૂછપરછમાં સચિન સીસોદીયાના બેંક ખાતામાં ચોરાઉ રકમમાંથી રૂ.૮૭૫૦૦ ટ્રાન્સફર કરાવી લેવાયાનું અને આ આરોપીઓ મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાતમાં પણ કેટલાક શહેરોમાં આવી રીતે રોકડ રકમ કે દાગીનાની ઉઠાંતરી કરી જતા હોવાનું ખૂલ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial