Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાટમાળ અને કચરો હટાવવા ઉપરાંત ગાંડી વેલની સમસ્યા પણ ઘટશે
ખંભાળીયા તા. ૨૩: ખંભાળીયાની ઘી નદી તથા તેલી નદીમાં ગંદા પાણી ન ઠલવાય તે માટેના કરોડો રૂપીયાના સ્વચ્છતા પ્રોજેક્ટ માટે હાથ ધરાયેલું ડિમોલિશન કાર્ય હવે પૂર્ણતાને આરે છે.
ઘી નદી તથા તેલી નદીના હાલના નદી સુધીના ભાગ ને માપીને લાઈન દોરી કરાયો હોય જે જમીનો નદીમાં છે તેના પર તમામ બાંધકામ તોડી પાડવા કાર્યવાહી થઈ છે જેમાં દીવાલો, વંડા, દુકાનો, મકાનો સહિત અનેક દબાણો દૂર થયા હતા. નદીમાં દબાણો હોય દૂર કરીને તોડી પડાયા પછી તેનો કચરો, કાટમાળ નદીમાંથી કાઢવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, જે પૂર્ણ થયે કરોડોનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, જેથી હાલ 'ગાંડી વેલ' નો પ્રશ્ન થાય છે તેમાં પણ લોકોને રાહત થશે.