Advertisement
Author: નોબત સમાચાર

કડીમાં ફરી ખિલ્યુ ભાજપનું કમળઃ વિસાવદરમાં ફર્યું 'આપ'નું ઝાડુ

ગોપાલ ઈટાલિયાનો પ્રચંડ વિજયઃ રાજેન્દ્ર ચાવડાની પણ જંગી જીતઃ કોંગ્રેસ માટે મનોમંથન સૂચવતો જનાદેશ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા.૨૩: ગુજરાત વિધાનસભાની બે ખાલી બેઠકોની પેટાચૂંટણીના પરિણામોમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની પણ જંગી સરસાઈથી જીત થઈ છે. જો કે, કોંગ્રેસ બન્ને સ્થળે હારી ગઈ છે. કડીમાં આમ આદમી પાર્ટીને ફટકો પડયો, પરંતુ વિસાવદરનો પ્રચંડ વિજય આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પ્રોત્સાહિત કરશે તે નકકી જણાય છે.

ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી પૈકી વિસાદરમાં સતત આગળ ચાલી રહેલા આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીતનો પરચમ લહેરાવ્યો છે. ૨૧ રાઉન્ડની મતગણતરીના અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ   ૧૭,૫૮૧ મતથી ભવ્ય જીત મેળવી લીધી છે. આપને કુલ ૭૫૯૦૬ વોટ મળ્યા હતા, જ્યારે ભાજપને ૫૮૩૨૫ અને કોંગ્રેસને ૫૪૯૧ મળ્યા છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂક્યો છે. તો બીજી તરફ કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ૩૮,૯૦૪ મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. ભાજપને ૯૮,૮૩૬ વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસને ૫૯,૯૩૨ અને આપને ૩,૦૭૭ વોટ મળ્યા છે. કડી ભાજપની જીત જશ્ન મનાવવામાં આવી રહૃાો છે, તો બીજી તરફ વિસાવદરમાં આપના ઉમેદવારોમાં ખુશી લહેર વ્યાપી જવા પામી છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં અનુક્રમે ૫૪.૬૧ ટકા અને ૫૪.૪૯ ટકા મતદાન થયું હતું. આપના ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, કડી એ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે જે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપે રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસે રમેશ ચાવડા અને આપના જગદીશ ચાવડાને ઉમેદવાર બનાવ્યા હતાં.

વિજયોત્સવ અને અભિનંદનનો દોર

મહેસાણામાં મત ગણતરી કેન્દ્ર બહાર ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ કાર્યકરો સાથે જીતની ઉજવણી કરી હતી. જયારે વિસાદરમાં ગોપાલ ઈટાલિયાએ આપ કાર્યકરો સાથે જીતની ઉજવણી કરી હતી. જયાં કાર્યકરોએ જય ગોપાલના નારા લગાવ્યા હતાં.

જામનગર જિલ્લાના જામજોધપુરમાં આપ ધારાસભ્ય હેમંત ખવાએ ફટાકડા ફોડી વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની જીતની ઉજવણી કરી હતી. અને ઉમેદવારો પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh