Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને દેેશોમાં તારાજી પરંતુ ઈરાનને વધુ નુકસાન
તહેરાન તેલ અવીવ તા. ૨૩: ઈઝરાયલના હૂમલામાં કુલ ૯૫૦ ઈરાનીઓના મોત થયા છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો ૧૧મા દિવસમાં પ્રવેશ થયો છે. એકબીજા ઉપર મિસાઈલ હૂમલામાં બંને દેશોમાં ભારે નુકસાન થયું છે. ઈરાનમાં વધુ તબાહી મચી છે અને અનેક ઈમારતો પણ ધ્વસ્ત થઈ છે.
માનવાધિકાર જૂથો અનુસાર ઈઝરાયલી હવાઈ હૂમલામાં ઓછામાં ઓછા ૯૫૦ ઈરાનીઓ માર્યા ગયા છે અને ૩,૪૫૦ થી વધુ ઘાયલ થયા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ ૧૧મા દિવસમાં પ્રવેશી ગયો છે. દરમ્યાન, અમેરિકા એ સંકેત આપ્યો છે કે તે ઈરાન સાથે ફરીથી વાતચીત શરૂ કરવા માટે તૈયાર છે, જેથી લાંબા યુદ્ધને ટાળી શકાય.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પપે શનિવારે રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું તે સમયે, ઈરાને ઈઝરાયલ પર મિસાઈલો છોડી, જેમાં ૮૦થી વધુ લોકો ઘાયલ થયા. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાધચીએ કહ્યું કે રાજદ્વારી કાર્યવાહીનો સમય હવે પૂરો થઈ ગયો છે ને ઈરાનને સ્વ-બચાવનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે ૧૩ જૂને ઈઝરાયલે અચાનક ઈરાનમાં અનેક સ્થળો પર હૂમલો કર્યો ત્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ શરૂ થયો. જ્યાં પીએમ નેતન્યાહૂએ હૂમલા પાછળનું કારણ આપ્યું કે ઈરાન આગામી થોડા દિવસોમાં પરમાણું બોમ્બ બનાવવા જઈ રહ્યું છે અને આપણા માટે તે અસ્તિત્વના ખતરાનો વિષય છે.
ઈઝરાયલી હૂમલાના જવાબમાં, ઈરાને મિસાઈલ અને ડ્રોન હૂમલાઓથી બદલો લીધો, જેમાં હજારો રહેણાંક ઈમારતો અને સરકારી સંસ્થાઓનો નાશ થયો. હાલમાં, અમેરિકન હૂમલા પછી પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે.
દરમ્યાન યુએનએસસીમાં પણ અમેરિકન હૂમલાઓની નિંદા કરવામાં આવી છે. વોશિંગ્ટન સ્થિત માનવાધિકાર કાર્યકરોએ ઈરાનમાં મૃત્યુઆંકના આંકડા રજૂ કર્યા છે. આ જૂથ અનુસાર, ઈરાન પરના હૂમલામાં ૩૮૦ થી વધુ નાગરિકો અને ૨૫૩ થી વધુ સૈન્ય કર્મચારીઓના મોત થયા છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન દરરોજ મૃત્યુઆંક શેર કરી રહ્યું નથી. શનિવારે ઈરાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ઈઝરાયલી હૂમલામાં લગભગ ૪૦૦ ઈરાનીઓ માર્યા ગયા છે અને ૩,૦૫૬ લોકો ઘાયલ થયા છે. જો કે, શનિવારે અમેરિકાએ ઈરાનમાં કેટલીક જગ્યાઓ પર બોમ્બ પણ ફેંક્યા હતા. આમા ફોર્ડો, નાતાન્ઝ અને ઈસ્ફહાન પરમાણુ મથકોના નામ સામેલ છે.
અમેરિકાના હૂમલા બાદ ઈરાને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આ હૂમલામાં અમને ઘણું નુકસાન થયું છે, પરંતુ અમારા પરમાણુ શસ્ત્રો સંપૂર્ણપણે સુરક્ષીત છે. પરંતુ આ સમય દરમ્યાન ઈરાને મૃતકોની સંખ્યા જાહેર કરી ન હતી. ૧૩ જૂને ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ શરૂ થયા બાદ, ઈઝરાયલે ૨૧ જૂને મૃતાંક પણ શેર કર્યો હતો. ઈઝરાયલના જણાવ્યા અનુસાર, ઈરાની હૂમલામાં ૨૪ લોકો માર્યા ગયા હતા અને ૯૦૦ થી વધુ ઘાયલ થયા હતા. જો કે, અમેરિકન હવાઈ હૂમલા પછી ઈઝરાયલમાંથી ચોંકાવનારા દૃશ્યો સામે આવી રહ્યા છે. તેલ અવીવ સહિત ઘણાં શહેરો પર ઈરાની મિસાઈલો મૃત્યુની જેમ વરસી રહી છે. આ હૂમલાઓમાં ઈઝરાયલી નાગરિકોના મોત થવાની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial