Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર પર કુદરતે વરસાવી ભીની ભીની મહેરઃ રણજીત સાગર છલકાયો
જામનગરની જીવાદોરી ગણાતા રણજીતસાગર ડેમમાં છલકાતા નીરનો નઝારો નિહાળવો દરેક નગરજનની ઈચ્છા હોય છે કારણ કે આ નઝારો શહેરની આખા વરસની તરસ બુઝાવવાની નિશ્ચિતતાનો પુરાવો હોય છે. દર વર્ષે ચોમાસાના મધ્યમાં કે અંતિમ તબકકામાં રણજીત સાગર છલકાતો હોય છે પરંતુ આ વર્ષે તો ચોમાસાની પા પા પગલી થઈ રહી છે ત્યાં જ ડેમ છલકાઈ જતાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. ગત મોડી રાત્રે જ રણજીતસાગર ધીમી ધારે ઓવર ફલો થયા પછી આજે સવારે ખળખળ વહેતા નીરથી ડેમનો આહ્લાદક નઝારો જોવા મળ્યો હતો. અષાઢી બીજને હાલારી તથા કચ્છી નવ વર્ષ તરીકે ઉજવાય છે ત્યારે આ વર્ષે અષાઢી બીજ પહેલા જ રણજીત સાગર ડેમ છલકાવી કુદરતે જાણે શહેરને હાલારી નવા વર્ષની એડવાન્સ ગીફટ આપી હોય પ્રતીતિ થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial