Advertisement
Author: નોબત સમાચાર

ઈરાનથી ઓપરેશન સિંધુ હેઠળ ૧૭૧૩ ભારતીયોને સ્વદેશ પરત લવાયા

૨૮૫ મુસાફરો લઈને વધુ એક વિમાન આવ્યુ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૩: ઓપરેશન સિંધુ હેઠળ ઈશાનથી ૧૭૧૩ નાગરિકો વતન પરત લાવવામાં આવ્યા છે. ૨૮૫ મુસાફરો સાથેનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું છે.

ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે ભારતના ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૭૧૩ ભારતીયોને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઈરાનના મશહદથી બીજું વિમાન રવિવારે (૨૨મી જૂન) રાત્રે ૨૮૫ નાગરિકોને લઈને નવી દિલ્હી પહોંચ્યું. અગાઉ ૨૧મી જૂને ૬૦૦ ભારતીયો, ૨૦મી જૂને ૪૦૭ અને ૧૯મી જૂને ૧૧૦ અને પછી ૩૧૧ ભારતીયો દિલ્હી પહોંચ્યા હતા.

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ જણાવ્યું હતું કે, 'ઈરાનથી ૨૮૫ ભારતીય નાગરિકોને લઈને એક ખાસ વિમાન નવી દિલ્હી પહોંચ્યું છે. તે વિમાનમાં ૨૮૫ ભારતીય નાગરિકો સવાર હતા, જે મુખ્યત્ત્વે ૧૦ રાજ્યો બિહાર, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના હતા. ઈરાનથી બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોની કુલ સંખ્યા હવે ૧૭૧૩ પર પહોંચી ગઈ છે. અમે આગામી ૨ દિવસ માટે ઈરાનથી ૨-૩ વધુ ફ્લાઇટ્સનું આયોજન કર્યું છે. આ ઉપરાંત ઈરાન અને ઈઝરાયલમાં રહેતા અમારા તમામ ભારતીય નાગરિકો સાથે પણ સતત સંપર્કમાં છીએ.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh