Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બે આસામીને છરી બતાવી લૂંટી લેનાર બે શખ્સ એલસીબીની ગિરફતમાં

સપ્તાહ પહેલાં બે આસામીએ કરી હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૨૩: જામનગરના હાપા રેલવે સ્ટેશન નજીક યાર્ડ પાસે એક આસામીને તથા રાજપાર્ક સામે બીજા આસામીને બે શખ્સે ગયા રવિવારે લૂંટી લીધા હતા. એલસીબીએ શરૂ કરેલી તપાસમાં બે શખ્સ ઝડપાઈ ગયા છે. આ શખ્સોએ બંને લૂંટની કબૂલાત આપી છે અને મુદ્દામાલ કાઢી આપ્યો છે.

જામનગરના જાહિદભાઈ ઈકબાલભાઈ સૈયદ નામના આસામી ગઈ તા.૧૫ના દિને બાઈક પર નોકરીએ જવા માટે નીકળ્યા ત્યારે હાપા રેલવે સ્ટેશન નજીકના યાર્ડ પાસે બે શખ્સોએ પોતાનું બાઈક તેઓની સાથે ટકરાવી જાહિદભાઈને છરી બતાવી ધમકાવ્યા હતા અને ખિસ્સામાં જે કાંઈ હોય તે આપી દેવા દાટી મારી હતી.

જાહિદભાઈ પાસે ખિસ્સામાંથી કંઈ મળ્યું ન હતું. તે દરમિયાન કરશનભાઈ ચંદુભાઈ ઝાલા બાઈક પર પસાર થતાં જાહિદભાઈએ બૂમ પાડી હતી. તેથી ત્યાં ગયેલા કરશનભાઈને છરી બતાવી આ શખ્સોએ રૂ.૧૫૦૦ રોકડા તથા સોનાનો પેંડલવાળો ચેન લૂંટી લીધો હતો. આ બાબતની રેલવે પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી.

તે ઉપરાંત ગઈ તા.૧૫ના દિને જ લીમડા લાઈનમાં રહેતા અજયસિંહ શિવુભા જાડેજા સપડા પગપાળા જતા હતા ત્યારે રાજપાર્કની સામે બે અજાણ્યા શખ્સે તેઓને રોકી છરી-ઢીકાપાટુથી માર મારી રૂ.૧૫૦૦ રોકડા લૂંટી લીધા હતા તેની સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરાઈ હતી.

ઉપરોક્ત ગુન્હાઓની ચાલી રહેલી તપાસમાં એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, કાસમ બ્લોચ, મયુરસિંહને મળેલી બાતમીના આધારે લાલવાડીમાં આવેલા અપૂર્વ એવન્યુ-ર પાસેથી આમીન ઉર્ફે નવાઝ રફીક ચાવડા, હમીદ રફીક કથીરી ઉર્ફે અબાડો નામના બે શખસ મળી આવ્યા હતા. વાઘેરવાડામાં રહેતા આમીન તથા ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતા અબાડાની પૂછપરછ કરાતા આ શખ્સોએ ઉપરોક્ત બંને લૂંટની કબૂલાત આપી છે. એલસીબીએ સોનાનો પેંડલવાળો ચેઈન, રૂ.૩ હજાર રોકડા, એક્સેસ સ્કૂટર, છરી, મોબાઈલ મળી કુલ રૂ.૧,૫૨,૦૫૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. બંને આરોપીનો કબજો સિટી એ ડિવિઝનને સોંપાયો છે. આ શખ્સો મોડીરાત્રે અથવા વહેલી સવારે એકલદોલક જતી વ્યક્તિને બાઈક ટકરાવી છરી બતાવી લૂંટી લેવાની આદત ધરાવે છે. પોલીસે બંનેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh