Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના શિક્ષણ વિભાગની કામગીરીની સમગ્ર દેશમાં ઉગ્ર ટીકા થઈ રહી છે
ખંભાળીયા તા. ૨૩: એક સમયે જ્યારે રાજયના મુખ્યમંત્રી તરીકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારે ગુજરાતનું શિક્ષણ ધમધમતું હતું, જ્યારે અત્યારે એવું છે કે મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવું થાય છે પણ મહત્વની બાબતો શિક્ષકો, ભૌતિક સગવડો નથી. એક પૂર્વ શિક્ષણ વિભાગના વડાએ કહ્યું કે શાળાઓનું ઈન્સ્પેક્શન થાય તેમ શિક્ષણ વિભાગ અને ખાતાઓના વડાઓની કચેરીઓનું ઈન્સ્પેક્શન કરી દર વર્ષે તેનો રિપોર્ટ વિધાનસભા ટેબલ પર મુકવાનો સમય આવી ગયો છે. ખાતાના વડા, સચિવો, મંત્રીઓ કક્ષાએ ફાઈલ કેટલો સમય પેંડીંગ રહી ? શું રીમાર્કસ મૂકાયા તે બહાર લાવવું જરૂરી છે. માધ્યમિક, ઉચ્ચ માધ્યમિકના ૧૨ લાખ જેવા વિદ્યાર્થીઓ ધો. ૧ થી ૮ ના ૭૫ લાખ જેવા વિદ્યાર્થીઓના ભાવિ ને સ્પર્શતી વહીવટી બાબતો અંગે જવાબદારી નક્કી કરવી જરૂરી છે.
રાજ્યના ખાલી કચ્છ અને દ્વારકા બે જિલ્લાઓમાં જ સાતેક હજાર પ્રાથમિક શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારી હાઈસ્કૂલો શરૂ કર્યાના બીજા વર્ષે પણ શિક્ષકો એકેય નથી ! તો શરૂ શા માટે કરી ? અનેક શાળાઓમાં શૂન્ય શિક્ષક જે હોય એક તેની અન્યત્ર બદલી થઈ ગઈ હોય, છૂટાની રાહ જોતો હોય કે આખી શાળામાં ધો. ૧થી૮ વચ્ચે એક-બે શિક્ષકો જ હોય તેવી ઢગલો શાળાઓ છે. પાઠ્યપુસ્તકો પણ સમયસર પહોંચતા નથી. જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યા વર્ષ-બે વર્ષથી ભરાતી નથી. અનેક જિલ્લામાં એજ્યુકેશન ઈન્સ્૫ેક્ટરો જ નથી. શાળા નવી બની પણ મકાન જ નહીં, ગુજરાતનું શિક્ષણ કઈ નીતિને વરેલું છે ?
સરકાર પાસે પ્રાથમિક નિયામક કચેરી છે, સરકાર પાસે કમિશ્નર કચેરી છે, સરકાર પાસે માધ્યમિક અને ઉ.મા. શિક્ષણબોર્ડ છે, સરકાર પાસે રાજ્ય પરીક્ષા બોર્ડ છે, સરકાર પાસે પાઠયપુસ્તક મંડળ છે, સરકાર પાસે ભૌતિક સુવિધા અને અન્ય સગવડોનું ધ્યાન રાખવા સમગ્ર શિક્ષા અભિયાન છે, સરકાર પાસે મંત્રીમંડળમાં એક કેબીનેટ અને એક રાજ્યકક્ષાના બે મંત્રીઓ અને બે સચિવો એક મુખ્ય સચિવ અને ખાસ શિક્ષણ વિભાગ છે, છતાં આવું ? રાજ્યના શિક્ષણ વિભાગની સમગ્ર દેશામાં ટીકા થઈ રહી છે, એક એક વર્ષથી હજારો શિક્ષકોની ભરતી જ 'પ્રક્રિયા' માં અટવાઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial