Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૭૫.૦૬% મતદાન

૧૮૧ ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જે અંતર્ગત જામનગર જિલ્લામાં સામાન્ય વિભાજન, મધ્યસ્થ ચૂંટણી ૧૮૧ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગઈકાલે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આ સાથે જામનગર જિલ્લામાં છ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં ૧૮૧ ગ્રામ પંચાયતમાં ૭૫.૦૬% જેવું ભારે મતદાન થયું હતું. જયારે ૬ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં ૬૬.૪૫% મતદાન નોંધાયું હતું.

જામનગર જિલ્લામાં ૧૮૧ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ ૨,૬૦,૪૫૬ મતદારો નોંધાયા હતા. જેમાંથી ૧,૯૫,૪૮૮ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતુું. કુલ મતદાન ૭૫.૦૬% થયું હતું.

જ્યારે છ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં કુલ ૧૦,૧૭૭ મતદારોમાંથી ૬૭૬૩ મતદારોએ મતદાન કરતાં ૬૬.૪૫% મતદાન નોંધાયું હતું.

જામનગર જિલ્લામાં કુલ ૪૦૭ ઉમેદવારો મેદાનમાં હતા જેમના ભાવિ મતપેટીમાં સીલ થયા છે. જિલ્લામાં ૪૨૬ મતદાન મથકો પર મતદાન થયું હતું. તંત્ર દ્વારા ૫૮ રૂટ ઉપર ૬૯ ઝોનલ પદ્ધતિના ઝોનલ અધિકારીઓ અને ૨૨૪૪ કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી હતી.

સાંજે મતદાન પૂર્ણ થયા પછી તમામ મતપેટીઓને નિયત કરેલા મતગણતરી કેન્દ્રોના સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવી હતી. તેને સીલ કરી સ્ટ્રોંગરૂમની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આગામી તા. ૨૫-૬-૨૫ ના બુધવાર મતગણતરી હાથ ધરાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh