Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દિ' માં ચોમાસુ દિલ્હી, ચંદીગઢ, હરિયાણા સહિત ઉ.ભારતમાં પહોંચી શકે
નવી દિલ્હી તા. ૨૩: માઉન્ટ આબુમાં ૭ ઈંચ વરસાદ પડયો છે. રાજસ્થાન-એમપીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયુ છે. ઓડિશામાં પૂરથી ૫૦ હજાર લોકો અસરગ્રસ્ત છે. જયારે એક મહિલાનું મૃત્યુ થયુ હોવાનું જાણવા મળે છે.
દેશના ૨૬ રાજ્યોમાં ચોમાસુ પહોંચી ગયું છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડ્યો છે. ટીકમગઢમાં છેલ્લા પાંચ વર્ષમાં જૂન મહિનામાં પડેલા વરસાદ કરતાં માત્ર એક જ દિવસમાં વધુ વરસાદ નોંધાયો છે. રવિવારે અહીં ૯ ઇંચ વરસાદ પડ્યો હતો.
બીજી તરફ, રાજસ્થાનના માઉન્ટ આબુમાં ૨૪ કલાકમાં ૭ ઇંચ વરસાદ પડ્યો. આના કારણે ઘણી નદીઓ પૂરની સ્થિતિમાં છે અને ઘણાંં નાના-મોટા ગામડાઓ અને શહેરોનો અન્ય સ્થળોથી સંપર્કવિહોણા થઈ ગયા છે. ૧ જૂનથી રાજસ્થાનમાં સામાન્ય કરતાં ૧૩૩% વધુ વરસાદ પડ્યો છે.
ઓડિશાના ૫૦ ગામોમાં પૂરની સ્થિતિ છે. જેના કારણે રાજ્યના ૫૦ હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. ૨૪ વર્ષીય એક મહિલા વહેતા પાણીમાં તણાઈ ગઈ હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ-એસડીઆરએફ, ઓડીઆરએફ ટીમો તહેનાત છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી બે દિવસમાં દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં પહોંચી શકે છે. આગળ પરિસ્થિતિઓ અનુકૂળ છે. આગામી ૩ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial