Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદઃ જોડિયામાં ૭ ઈંચઃ અવિરત મેઘસવારીથી માહોલ બદલાયો

શહેરમાં બપોરે ધીમી ધારે શરૂ થયા પછી રાત્રિના સમયે થઈ મેઘમહેરઃ જિલ્લામાં નદી-નાળા ચેકડેમ છલકાયાઃ જગતનો તાત ખુશ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગર જિલ્લામાં મેઘરાજાની બીજા રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી સાર્વત્રિક ૧ થી ૭ ઈંચ વરસાદ પડયો છે. રવિવારે બપોરે ૨.૦૦ વાગ્યા બાદ સમગ્ર જિલ્લામાં વરસાદને લઈને અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા છે. ખેડૂતો ખૂશખુશાલ છે.

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રવિવારે મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો, અને બપોરે બે વાગ્યાથી જિલ્લાભરમાં હવામાનમાં પલટો આવ્યો હતો.

સાર્વત્રિક એક ઇંચ થી ૭ ઇંચ જેવી ધીંગી મેઘ સવારી જોવા મળી છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારની અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા છે. અને ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

 જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રવિવારે વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવેલો જોવા મળ્યો હતો, અને આકાશમાં વાદળોના આંટા ફેરા જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ વાદળોના ગંજ ખડકાઈ ગયા હતા, જેથી ઉકળાટ ભર્યું વાતાવરણ બનેલું રહૃાું હતું.

બપોર પછી એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. જામનગર શહેરમાં બપોરે ત્રણ વાગ્યાથી ધીમીધારે છાંટા શરૂ થયા હતા, ત્યાર બાદ ચાર વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો, અને રાત્રે ૯.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બે ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ મળ્યા છે.

 જામનગર શહેર પછી જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજા ની ધીંગી મેઘ સવારી જોવા મળી હતી. કાલાવડમાં બપોરે ૨.૦૦ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો, અને રાત્રે ૮.૦૦ વાગ્યા દરમિયાન પાંચ ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ મળ્યા છે. સમગ્ર કાલાવડના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને લઈને અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા હતા. જોકે જાનમાલની નુકસાનીના કોઈ અહેવાલો મળ્યા નથી.

 કાલાવડ ઉપરાંત જોડીયામાં સૌથી વધારે અને ધીંગી મેઘ સવારી જોવા મળી હતી. સાંજે ૪.૦૦ વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ હતી, અને રાત્રે ૯.૦૦ વાગ્યા સુધીમાં સમયગાળા સુધીમાં ૭ ઇંચ વરસાદ પડી ગયા ના અહેવાલો મળ્યા છે.  ઉપરાંત જામજોધપુરમાં બપોરે ૨.૦૦ વાગ્યાથી રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી ૬૫ મી.મી., લાલપુરમાં ૪૧ મી.મી. વરસાદ નોંધાયો છે. ધ્રોલમાં પણ વરસાદી ઝાપટાં વરસી ગયા હતા, અને ૧૭ મી.મી. વરસાદ નોંધાયો હતો. રાત્રિ દરમિયાન પણ સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ રહૃાું છે. અને અવિરત મેઘ સવારી ચાલુ રહી છે.

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં ધોધમાર ૧૦ ઈંચ વરસાદ

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી, અને મોટી ભલસાણ ગામમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૫૫ મી.મી.(૧૦ ઇંચ) થી વધુ પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેને લઈને ગામમાં પાણી પાણી થઈ ગયું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મોટી બાણુગાર ગામમાં ૧૪૦ મી.મી., આલિયાબાડામાં ૧૦૫ મી.મી., મોટા વડાળામાં ૧૨૪ મી.મી., ભલસાણ બેરાજામાં ૧૩૦ મી.મી., મોટા પાંચ દેવડામાં ૧૨૦ મી.મી., પીપરટોળામાં ૧૪૨ મી.મી. અને હરીપરમાં ૧૧૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી ચાર ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh