Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકાળે અવસાન પામનાર કેડેટના પરિવારને રૂ. ૪૧,૪૦૦નો ચેક અર્પણ
જામનગર તા. ૨૩: જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ જી.એલ. સરવૈયાએ ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત કાલાવડ યુનિટની મુલાકાત લીધી હતી અને હોમગાર્ડના સભ્યોને ચૂંટણીની આદર્શ આચારસંહિતા બાબતે અને પોતાની ફરજ બાબતે માર્ગદર્શન આપ્યુ હતું.
આ તકે યુનિટની વર્ષોની પરંપરા મુજબ અકાળે અવસાન પામનાર હોમગાર્ડઝ સભ્ય યોગેશ આર. રાઠોડના વારસદારને સ્વેચ્છાએ ભેગી કરેલ રકમ રૂપિયા ૪૧,૪૦૦/-ની સહાય નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ યુનિટ કચેરીની મુલાકાત દરમિયાન વિઝિટ બુકમાં યુનિટના અધિકારીઓ, હોમગાર્ડઝ સભ્યોની કામગીરીની નોંધ કરી તેને બિરદાવી.! આ કાર્યક્રમમાં કાલાવડ યુનિટના કમાન્ડીગ ઓફિસર રામભાઈ મેવાડા., એસ.પી. જાડેજા (પીએસ-ક્લાર્ક) તેમજ બી.કે. બાબરીયા (પીએસ) આઈ.પી.જાડેજા (પીએસ) તેમજ નિવૃત્ત કર્મચારી અનિલભાઈ વ્યાસ અને હોમગાર્ડઝ જવાનો હાજર રહયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial