Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંગ્રેજોએ અડધી રાતે આઝાદી આપી હતી પણ
જામનગર તા. ર૪: રજવાડીનગર જામનગરમાં દૈનિક પાણી પુરવઠો આપવાની ગુલબાંગો હાંકવામાં આવી હતી, પરંતુ ઘણાં વિસ્તારોમાં ટાણાટક વિના અથવા નિશ્ચિત ટાઈમટેબલ વિના ગમે ત્યારે એકાંતરા નળ દ્વારા જળ અપાતું હોવાની રાવ ઊઠી રહી છે. દૃષ્ટાંત તરીકે જામનગરના ઢીંચડા તરફ આવેલા ૧પ૦ ફૂટ રીંગ રોડ પર છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સ્થપાયેલા રવિપાર્ક ટાઉનશીપમાં તો એકાંતરા રાત્રે જ પાણી આવે છે, અને તે પણ ૧૧ વાગ્યા પછી!
તાજુબની વાત તો એ છે કે, આ વિસ્તારની મોટાભાગની સોસાયટીઓ તથા યાદવનગરની આજુબાજુના એપાર્ટમેન્ટ્સ સહિતના વિસ્તારોને પાણી પૂરૃં પાડવા માટે જે ઓવરહેડ ટેન્ક તથા અન્ડર ગ્રાઉન્ડ સમ્પ ઊભા કરાયા છે. તે રવિપાર્ક ટાઉનશીપને અડીને જ આવેલા છે અને તેનો રસ્તો આ ટાઉનશીપમાં જ છે, તેમ છતાં આ જ ટાઉનશીપને અડધી રાતે પાણી મળતું હોવાથી નદીકાંઠે તરસ્યા રહેવા જેવો ઘાટ સર્જાય છે.
બને છે એવું કે, અડધી રાતે પાણી આવે ત્યાં સુધી ગૃહિણીઓને ઉજાગરાકરવા પડે છે, અને નળની સામે જોઈને બેસવું પડે છે, તેમાં પણ ઝોકું આવે કે કોઈ ગૃહિણી થોડો નળ ખુલ્લો રાખીને ઊંઘી જાય, તો ત્યાં તેના ઘરની ટાંકી છલકાઈ જતા શેરીઓ-માર્ગો પર પાણીની રેલમછેલ થઈ જાય, અને પાણીનો વેડફાટ થાય, તેવા અપવાદરૂપ કિસ્સાઓ પણ બનતા હોય છે.
જો જનતાને સમયોચિત ટાઈમટેબલ નક્કી કરીને એકાંતરે પણ શુદ્ધ પાણીનો પુરવઠો નિયમિત રીતે પૂરતા પ્રમાણમાં પૂરો પાડી શકાતો ન હોય, તો દૈનિક જળવિતરણના દાવા ન કરવા જોઈએ, તેવા પ્રત્યાઘાતો આપતા ઘણાં લોકો કહે છે કે, અંગ્રેજોએ અડધી રાતે આઝાદી આપી હતી, પણ જામ્યુકો અડધી રાતે પાણી પુરવઠો આપીને ગૃહિણીઓની ઊંઘ પણ છીનવી રહ્યું છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial