Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. રર૬ કરોડના ખર્ચે નિર્મિત બ્રિજનું સાત રસ્તા પર નિરીક્ષણ પછી ધન્વન્તરિ ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં સી.એમ. ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું સંબોધનઃ
જામનગર તા. ર૪: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં રૂ. રર૬ કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કર્યું છે. સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઈન માર્કેટ, બેડીગેઈટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. ૬,૭પ૦ મીટરની લંબાઈ ધરાવતા આ બ્રિજમાં ૧,ર૦૦ થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ એક્ટિવિટી, તથા ફૂડ ઝોન જેવી સવલતોનો પણ સમાવેશ કરાયો છે. સાત રસ્તા સર્કલ પર લોકાર્પણ પછી મુખ્યમંત્રીએ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં રૂ. રર૬.૯૯ કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ૪ એપ્રોચ સહિત ૩,૭૧૦ મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન ૧૬.પ૦ મીટરનો છે, જ્યારે ઈન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન ૮.૪૦ મીટરના છે. આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે. પરિણામે ઈંધણ અને સમયની બચત થશે.
સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલબંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંક્શન, ત્રણ દરવાજા (ગ્રેઈન માર્કેટ), બેડીગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. આ વિકાસકાર્યની સાથે જ બ્રિજ નીચેના અન્ડરસ્પ્રેસને પણ નાગરિક સુવિધા માટે વિક્સાવવામાં આવ્યો છે, જેમાં કુલ ૬૧ ગાળાઓમાં ૧,ર૦૦ થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા જેમાં ૮પ૦ ટુ-વ્હીલર્સ, રપ૦ ફોર-વ્હીલર્સ, ૧૦૦ રિક્ષા, ૧૦૦ અન્ય અને ર૬ બસ પાર્કિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુલ ૪ જગ્યાએ પે એન્ડ યુઝ ટોઈલેટ, ૧ લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક), ૧૦ ગાળામાં સ્પોર્ટ એક્ટિવિટી, ૪ લોકેશન પર વેઈટીંગ/સીટિંગની વ્યવસ્થા અને ૪ લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.
સાત રસ્તા પર લોકાર્પણ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધન્વન્તરિ ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જામનગરને રૂ. ૬૬ર કરોડના વિકાસની ભેટ આપ્યા પછી પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ સ્વચ્છતા અંગે માર્મિક ટકોર કરીને વોટર રિચાર્જીંગ તથા પાણીની કરકસરનો સંદેશ આપ્યો હતો. તેઓએ વડાપ્રધાનના સહયોગથી જામનગર નજીક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી ઊભા થઈ રહેલા સ્વાસ્થ્ય ક્ષેત્રના વૈશ્વિક કેન્દ્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હવે જામનગર દુનિયાના નક્શામાં ગૌરવભેર સ્થાન પામ્યું છે.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી પલ્લવીબેન ઠક્કર, ધારાસભ્યો સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઈ નાખવા, આગેવાનો બીનાબેન કોઠારી, પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial