Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકીઃ
ખંભાળીયા તા. ર૪: ગુજરાત રાજયમાં મતદાર યાદી સુધારણા (એસઆઈઆર) ની ચાલતી કામગીરીમાં ટેન્શનને કારણે તથા વધુ પડતા કામના ભારણથી ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થતા ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ તથા રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખશ્રી ભાનુપ્રસાદ પટેલની આગેવાનીમાં મુખ્યમંત્રીને તથા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં પ્રશ્નો અંગે રજૂઆત કરીને જો પ્રશ્નો ના ઉકેલાય તો કામગીરીની બહિષ્કારની ચીમકી પણ અપાઈ છે.
શૈક્ષણિક કર્મચારી મહામંડળ દ્વારા એક જ લોગીનને બદલે પહેલાની જેમ બે થી ત્રણ લોગીનનો એક્સેસ અપાય. રાત્રે મોડે સુધી ના બેસાડી રખાય, આની ઓનલાઈન કામગીરી આઉટ સોર્સીંગ યુવાનો પાસે કરાવાય. કામગીરીમાં જે શિક્ષકોના મૃત્યુ થયા તેમના પરિવારોને એક-એક કરોડ સહાય અપાય, એસઆઈઆર કામગીરીની સમય મર્યાદા વધારવી, સર્વરને ઝડપી અને અપડેટ કરવું, શિક્ષકો કામ કરે તેમની ગરિમા જળવાય તેવો વ્યવહાર થાય, શિક્ષકોને નોટીસ આપવી, ધમકાવવા, ધરપકડ કરવાની માનસિકતા છોડી તમામ નોટીસો પરત ખેંચાય, આવી નવ માંગણીઓ કરાઈ છે અને જો આ મુદ્દે તાકીદે યોગ્ય નહીં થાય તો મતદારયાદી સુધારણા કાર્યવાહીનો બહિષ્કાર કરવા ચેતવણી અપાઈ છે.
બીએલઓમાં વહીવટી અધિકારીઓને રાત્રે ફોન કરવા. અભદ્ર કે બીભત્સ શબ્દપ્રયોગો કરવા, ધમકાવવા વિગેરે ફરિયાદો પણ થઈ છે. તો કેટલાયે વિસ્તારો એવા છે કે, જ્યાં મહિલા અધિકારી પોતાના પરિવારના પુરૂષોને લીધા વિના જઈ શકતા નથી, આચાર્ય, શિક્ષકો માધ્યમિક, ઉ.મા. તથા ક્લાર્ક, પટાવાળા સંગઠનના શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા માંગણી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial