Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બી.એલ.ઓ.ની આત્મહત્યાથી ચકચાર
ખંભાળીયા તા. ૨૨: રાજ્યમાં મતદાર સુધારણા યાદીના ગંભીર અને ઝડપી તથા કડક પગલાં ટેન્શન સાથેની કામગીરીમાં બે બીએલઓએ જીવ ખોતા ભાજપે ચૂંટણી જીતવાની લ્હાયમાં આ થયાના ગંભીર સવાલ રાજ્યના આપ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ઉઠાવ્યા હતા. તેમણે જણાવેલ કે ગીર સોમનાથ જિલ્લામાં આ કામગીરીમાં એક બીએલઓ શિક્ષકે આત્મહત્યા કરી તથા સુસાઈડ નોટમાં પણ આ કામને જવાબદાર ગણ્યું છે. બીજા બનાવમાં કપડવંજમાં કામના ભારણથી હાર્ટએટેક આવતા એક બીએલઓનું મૃત્યુ થયું હતું. એસ.આઈ.આર.ની કામગીરી ઝડપથી પતાવવા ભાજપના નિર્ણય-દબાણથી બીએલઓ ટેન્શનમાં આવતા મૃત્યુ, આત્મહત્યા જેવા પગલાં લેવા માંડ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછી ઠેલાઈ તે માટે ભાજપ આ કામગીરી જલદી બતાવવા દબાણ કરે છે તથા શિક્ષકો પર આવું દબાણ ન કરવા વેકેશનમાં પણ આ કામગીરી થઈ શકે. હજુ પણ ઘણાં બીએલઓ ટેન્શનમાં કામ કરે છે. શિક્ષકોને ૯૦ જાતના કામો સોંપ્યા છે તો મુખ્ય કામ ભણાવવાનું ક્યારે કરશે ? પાંચ કરોડ મતદારોનું કાર્ય એક માસમાં બીએલઓ કઈ રીતે કરી શકે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial