Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ
નવી દિલ્હી તા. ર૪: જસ્ટિસ સૂર્યકાંત સુપ્રિમ કોર્ટના પ૩ મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. તેઓને રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા હતાં.
દેશના નવા સીજેઆઈ તરીકે જસ્ટિસ સૂર્યકાંતે શપથ લઈ લીધા છે. તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતાં. તેઓ ૧પ મહિના સુધી આ પદે રહેશે, જ્યારે જસ્ટિસ ગવઈ હવે સીજેઆઈ પદેથી નિવૃત્ત થઈ ગયા છે.
ઉલ્લેખનિય છે કે, આ શપથ સમારોહ ઐતિહાસિક રહ્યો હતો. કેમ કે જસ્ટિસ સૂર્યકાંતના શપથ સમારોહમાં સાત દેશના જજો સામેલ થયા હતાં. આ સાથે વડાપ્રધાન મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી સહિત દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતાં.
નવા સીજેઆઈ સૂર્યકાંતનો જન્મ ૧૦ ફેબ્રુઆરી, ૧૯૬ર ના હરિયાણાના હિસાર જિલ્લામાં થયો હતો. તેમનો પરિવાર મધ્યમ વર્ગનો હતો. ત્યાંથી જ તેમણે કાયદા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. ત્યાંથી જ ન્યાયાધીશ સૂર્યકાંત દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પર પહોંચ્યા છે. તેઓ ર૦૧૧ માં કુરૂક્ષેત્ર યુનિવર્સિટીમાંથી કાયદાના માસ્ટરમાં 'પ્રથમ વર્ગમાં પ્રથમ' ક્રમ મેળવવાનું ગૌરવ પણ ધરાવે છે.
જસ્ટિસ સૂર્યકાંતને આ વર્ષની ૩૦ ઓક્ટોબરે આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. તેઓ આ પદપર લગભગ ૧પ મહિના સુધી સેવા આપશે. તેઓ ૯ ફેબ્રુઆરી, ર૦ર૭ ના ૬પ વર્ષની ઉંમરે નિવૃત્ત થશે. તેમણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અનેક નોંધપાત્ર ચૂકાદાઓ આપ્યા હતાં. જસ્ટિસ સૂર્યકાંતને પાંચ ઓક્ટોબર, ર૦૧૮ ના હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.
સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ તરીકેનો તેમનો કાર્યકાળ કલમ ૩૭૦ નાબૂદ કરવા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને નાગરિક્તાના અધિકારો અંગેના તેમના નિર્ણયો માટે જાણીતા છે. જસ્ટિસ સૂર્યકાંત તે બેન્ચનો ભાગ હતાં જેણે તાજેતરમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો સાથે વ્યવહાર કરવામાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સત્તાઓ અંગે રાષ્ટ્રપતિ સલાહ અરજીની સુનાવણી કરી હતી. અને તેની તમામ રાજ્યો પર અસર પડી શકે છે. તેઓ તે બેન્ચનો ભાગ હતાં જેણે વસાહતી યુગના રાજદ્રોહ કાયદા પર રોક લગાવી હતી અને નિર્દેશ આપ્યો હતો કે સરકાર તેની સમીક્ષા ન કરે ત્યાં સુધી તેના હેઠળ કોઈ નવી એફઆઈઆર નોંધવામાં આવશે નહીં.
જસ્ટિસ સૂર્યકાંતે ચૂંટણી પંચને બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવેલા ૬પ લાખ મતદારોની વિગતો જાહેર કરવા પણ કહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial