Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ હોટલમાં ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગ નથી!:
ઓખા તા. ૨૪: દ્વારકા પાસે આવેલા નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરના હાલના પુજારીઓ સામે ભ્રષ્ટાચાર આચર્યાની રજૂઆતો થઈ રહી છે. તે દરમિયાન જામનગરના હાપામાં રહેતા અને પૂજારી પરિવારના સામા પક્ષના એક વ્યક્તિએ દ્વારકાના પ્રાંત અધિકારીને આવેદન પાઠવી દ્વારકા શહેરમાં ઉભી કરી લેવાયેલી પૂજારી પરિવારની હોટલ અંગે રજૂઆત કરી છે.
દ્વારકાથી ઓખા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરના હાલના પૂજારીઓ સામે ભષ્ટાચારના આરોપો લાગ્યા છે. તે દરમિયાન પૂજારી પરિવારના જ પરેશભારથી કેશુભારથી ગોસાઈએ દ્વારકા શહેરમાં સનાતન સર્કલ પાસે હાલના મંદિરના પૂજારીઓ દ્વારા બનાવવામાં આવેલી દેવ હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં ગેરકાયદે બાંધકામ થયાની અને પાર્કિંગની વ્યવસ્થા કર્યા વગર જ બાંધકામ કરી લેવાયાની રજૂઆત પ્રાંત અધિકારી સમક્ષ કરતા ચકચાર જાગી છે.
ઉપરોક્ત હોટલ પાસે અન્ય હોટલ પણ આવેલી છે. જેના કારણે વાહન પાર્કિંગમાં તકલીફ પડી રહી છે. તે ઉપરાંત આ હોટલ હરીભારથી ફૂલભારથીના ભાઈના નામે આવેલી છે અને નાગેશ્વર મંદિરમાં ભ્રષ્ટાચાર કરી ઉપરોક્ત હોટલ બનાવી લેવાયાની અને દેખાડવા માટે લોન લેવામાં આવી હોવાની વિગતો પ્રાંત અધિકારીને સોંપવામાં આવેલા આવેદનમાં જાહેર કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial