Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રથમ માસે મક્ષિકાઃ ખેતીની ફળદ્રુપ જમીન હોવાનો દાવો
દ્વારકા નજીક વસઈ ગામ અને આસપાસના ગામોમાં સરકારના એરપોર્ટ બનાવવાના નિર્ણય બાદ જમીન સંપાદન સહિતની બાબતો અંગે આગામી મંગળવારે વિવિધ મુદ્દાઓ પર વસઈ ગામમાં યોજાનાર સરકારી કામગીરી પહેલા જ વસઈ તથા આસપાસના ગામોના અસરગ્રસ્ત ખેડૂતોએ ઓરપોર્ટ પ્રોજેક્ટને વસઈ આસપાસને બદલે અન્યત્ર ખસેડવા માંગ સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા યાત્રાધામને હવાઈ માર્ગ સાથે જોડવા વખતો વખતના સર્વે બાદ વસઈ આસપાસની જમીન પસંદ કરાયા બાદ વસઈ, ગઢેચી, કલ્યાણપુર, મેવાસા સહિતના ગામોના પ્રોજ્ક્ટમાં સમાવિષ્ટ વિવિધ સર્વે નંબરની જમીનો સંપાદન સહિતની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે ત્યારે આ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ વસઈ આસપાસ એરપોર્ટ નિર્માણની કામગીરીનો વિરોધ કરી આ પ્રોજેક્ટને અન્યત્ર જગ્યાએ ખસેડવા માંગ કરાઈ છે.
ખેડૂતો દ્વારા જણાવાયા અનુસાર દ્વારકા ક્ષેત્રનો વિકાસ થાય તેમાં તેઓ સહમત છે પરંતુ વસઈ ગામ આસપાસની જમીન ખૂબજ ફળદ્રુપ હોય વર્ષ દરમ્યાન વિવિધ પાકો લેવામાં આવે છે અને આસપાસના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરૃં પાડવામાં પણ વસઈ ગામનો સિંહફાળો છે ત્યારે આવી ફળદ્રુપ જમીન તેઓની આજીવિકાનું સાધન હોય, અહીંની વસ્તી ખેતીપ્રધાન હોય, આ જગ્યાને એરપોર્ટ પ્રોજેકટ માટે પસંદ ન કરી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તો આ ફળદ્રુપ જમીન સાથે આ વિસ્તારના ખેડૂતોની રોજીરોટીને બચાવી શકાય તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial