Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરિયામાં પડી ગયેલા માછીમાર મોતને શરણઃ
જામનગર તા. ૨૪: લાલપુરના એક ખેડૂત પોતાના ખેતરે પાણી વાળતા હતા ત્યારે તેઓને વીજ આંચકો લાગતા તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. જ્યારે હર્ષદ-ગાંધવીના દરિયામાં કોઈ રીતે પડી ગયેલા પોરબંદર જિલ્લાના માછીમાર ડૂબી જઈ મોતને શરણ થયા છે. તેઓનો મૃતદેહ ગઈકાલે દરિયાકાંઠે આવી લાગ્યો હતો. પોલીસે મૃતકના પુત્રનું નિવેદન નોંધ્યું છે.
લાલપુર શહેરમાં પાર્થ સોસાયટીમાં રહેતા રમણીકભાઈ ધનજીભાઈ જુલાસણા નામના પાંસઠ વર્ષના ખેડૂત ગઈકાલે સાંજે લાલપુરના ખારા વિસ્તારમાં આવેલા પોતાના ખેતરે પાણી વાળી રહ્યા હતા.
આ વેળાએ પાણીની ઈલેકટ્રીક મોટરનો વાયર અડકી જતાં રમણીકભાઈને વીજ આંચકો લાગ્યો હતો અને ત્યારપછી શેઢા પરના વાયરને અડકતા જોરદાર વીજ શોર્ટ લાગતા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ પ્રવીણભાઈ ધનજીભાઈએ પોલીસને જાણ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદના દરિયામાં પોરબંદરના મીયાણી ગામના નાથાભાઈ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.૪૫) નામના યુવાન માછીમારી માટે આવી પહોંચ્યા હતા. તેઓ શુક્રવારે બપોરે હર્ષદ-ગાંધવીના દરિયામાં કોઈ રીતે પડી ગયા પછી મોતને શરણ થયા છે. તેમના પુત્ર ભરતભાઈએ પોલીસમાં જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial