Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ટાઉન હોલમાં પૂર્વ નિર્ધારિત લગ્ન પ્રસંગને અનુકૂળ થવા મુખ્યમંત્રીએ બદલાવ્યું કાર્યક્રમનું સ્થળ

દીકરીના પરિવારની ચિન્તા એ આપણી ચિન્તાઃ ભૂપેન્દ્રભાઈ પટેલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: એક દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના કાર્યક્રમનું સ્થળ બદલ્યું હતું. અને તેઓનો સંવેદનશીલ માનવીય અભિગમ સામે આવ્યો હતો. આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તંત્રને સ્થળ બદલવા આદેશ કર્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ બની કે મુખ્યમંત્રીએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે.

વિગતવાર જોઈએ તારીખ ૨૩-૧૧-૨૦૨૫ ના  જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉનહોલમાં નક્કી થયા હતા.પરિવારમાં રૂડો અવસર હતો.હરખ મા'તો નહોતો, તમામ વિધિઓ અને તૈયારીઓ પૂર્ણતાના આરે હતી. ત્યાં સમાચાર મળ્યા કે, તા.૨૪-૧૧-૨૦૨૫ના  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં પધારવાના છે. જામનગરના ટાઉનહોલમાં મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ નિર્ધારિત થયો હતો.

આ કાર્યક્રમ સંજના પરમારના લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી.જેથી મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાના પગલે લગ્નવિધિમાં અવરોધ ઉભો થવાની શક્યતા ઉભી થઈ.પરિણામે, પરમાર પરિવારની ચિંતા વધી.

પરિવારે આ મુદ્દે મુખ્યમંત્રી સુધી પોતાની વાત પહોંચાડવા પ્રયાસ કર્યો.વાત મુખ્યમંત્રીશ્રી કાર્યાલય સુધી પહોંચી.વાત સાંભળી  મુખ્યમંત્રીએ તરત કહૃાું, *આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા. અને તે પછી *મુખ્યમંત્રીના આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ બદલાયું.

 આ ઘટનાક્રમ અંગે વાત કરતાં સંજના પરમારના કાકા બ્રિજેશ પરમાર કહે છે  : મુખ્યમંત્રીને અમારા લગ્ન પ્રસંગની જાણ થતાં જ તેમણે અમારી સાથે વાતચીત કરી અને હૈયાધારણ આપી. મુખ્યમંત્રીએ કહૃાું કે, *તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા ત્યાં ટાઉનહોલમાં જ કરો. અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું.* આમ, મુખ્યમંત્રીની આ સંવેદનાથી પરમાર પરિવારની ચિંતા દૂર થઈ.

બ્રિજેશ પરમાર મુખ્યમંત્રીનો હ્ય્દયપૂર્વક આભાર વ્યક્ત કરતા કહે છે :* લગ્ન ગાળાની સિઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું, મહેમાનોને જાણ કરવી, નવી વ્યવસ્થાઓ ઊભી કરવી. આ બધું અમારા માટે અઘરું હતું. પણ આભાર મુખ્યમંત્રીનો, જેમણે અમારો પ્રસંગ શાંતિ અને સુખરૂપ યોજાય તે માટે તેમણે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યું.મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા.*

આ ઘટના દર્શાવે છે કે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તો છે જ, પણ સાથે 'ઉત્તમ માણસ' છે.તેઓ જનતાની નાની મુશ્કેલીઓ માટે પણ સદા સંવેદનશીલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh