Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્લાસ્ટિક વેસ્ટ અંગે ગુજરાત હાઈકોર્ટે રાજ્યવ્યાપી ગંભીર નિર્દેશો સાથે સૂચનો કર્યા
અમદાવાદ તા. ર૪: પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે શાક-ફ્રૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ કર્યો છે, તો બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ અંગે થયેલી રાજ્યવ્યાપી કામગીરીનો દાવો કરતા આંકડા રજૂ કર્યા હતાં.
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અને મેનેજમેન્ટ સંબંધિત મુદ્દે દાખલ કરાયેલી જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક મહત્ત્વનું સુચન કર્યું છે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે શાકભાજી અને ફ્રૂટ બજારના વિક્રેતાઓ પર પ્લાસ્ટિકની થેલીઓનો અસરકારક પ્રતિબંધ લાદી તેના બદલે કપડાની થેલીની પ્રથા અમલમાં લાવવા જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે પ્લાસ્ટિકના લીધે ફેલાતા ગંભીર પ્રદૂષણ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, 'અમ્યુકો સત્તાવાળાઓ અને અધિકારીઓ દ્વારા જો શાકભાજી કે ફળફળાદી વેંચનારા લોકોની તપાસ કરવામાં આવે અને પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકાશે તો લોકોને કપડાની કે કાગની થેલીનો વિકલ્પ મળી રહેશે. ઉત્તરાખંડ અને હિમાચલમાં તો પ્લાસ્ટિકી થેલી ઉપર પ્રતિબંધ છે.'
સુનાવણી દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને એઅમેસી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંગેના આંકડા રજૂ કરવામાં આવ્યા હતાં. તણે જણાવ્યું હતું કે, 'રાજ્યમાં પ્લાસ્ટિક કચરા અને તેના નિકાલની જાગૃતિ સંદર્ભે ર૪૦૦ થી વધુ ઈવેન્ટ્સ-કાર્યક્રમો યોજાયા હતાં, જેમાં ત્રણ લાખ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમો દરમિયાન દસ હજાર ટન જેટલું પ્લાસ્ટિક એકત્ર કરાયું હતું. રાજ્યમાં વિવિધ સ્થળોએ કપડાની થેલી માટેના રપ૦ જેટલા મશીનો પણ મૂકવામાં આવ્યા છે. સાથે સાથે દોઢ કરોડ જેટલી મોટી માત્રામાં કપડાની થેલીઓનું લોકોને વિતરણ કરાયું હતું.'
અમ્યુકો તરફથી જણાવાયું કે, 'અમદાવાદ શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન અંતર્ગત દિવસમાં ૩પ૦ મેટ્રિક ટન પ્લાસ્ટિક એકત્ર થઈ રહ્યું છે. ૭પ માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિક કપ, પાન-મસાલાના પાણીના પ્લાસ્ટિક પાંઉચ વિગેરે પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. અત્યાર સુધીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વિક્રેતાઓ પાસેથી રૂ. ૧પ કરોડનો દંડ વસૂલ્યો અને ૧૬.પ૦ લાખ કપડાની થેલીઓનું વિતરણ કરાયું છે. કસૂરવારની દુકાન પણ સીલ કરવામાં આવે છે.'
હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં સાત ઝોનમાં થઈ રહેલી અસરકારક અમલાવરીને ધ્યાનમાં લીધી હતી, પરંતુ સાથે જ તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને લઈ જરૂરી સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી હતી. કેસની વધુ સુનાવણી હવે આવતા મહિને મુકરર કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial