Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફ્લાય ઓવર બ્રિજના લોકાર્પણ પછી ધન્વન્તરિ ઓડીટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સંબોધનઃ
જામનગર તા. ર૪: આજે ફ્લાયઓવર બ્રિજના ઉદ્ઘાટન પછી ધન્વન્તરિ ઓડિટોરિયમમાં યોજાયેલા સમારોહમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જળસંગ્રહ, સંચય તથા સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો.
જામનગર શહેરને આજે સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવરની ભેટ મળી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફ્લાય ઓવર સાઈટ ઉપર લોકાર્પણ કરી તેને ખુલ્લો મૂક્યા પછી ધન્વન્તરિ મંદિરના ઓડિટોરિયમમાં અનેક વિધ વિકાસકામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો ભવ્ય સમારોહ યોજાયો હતો, આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જામનગર જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, જિ.પં. પ્રમુખ મૈયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મનપા તથા જિ.પં.ના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર કેતનભાઈ ઠક્કર, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, એસપી ડો. રવિ મોહન, ડીડીઓ, અન્ય અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે ઉદ્બોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જામનગરને દરરોજ પાણી પુરવઠો અપાય, તે સારી વાત છે, પરંતુ પાણીનો બગાડ અકટાવીને બચાવ કરવાની જરૂર જણાવીને ભાવિ પેઢી માટે વરસાદનું ટીપેટીપું પાણી બચાવવા વોટર રિચાર્જીંગની સરકારની યોજનાઓ સમજાવી હતી કે, જળસંગ્રહના વિવિધ પ્રોજેક્ટો પણ વર્ણવ્યા હતાં.
મુખ્યમંત્રીએ ગુરુ તેગબહાદુરના બલિદાન દિવસનો ઉલ્લેખ કરીને ગુરુ ગોવિંદસિંહજીના પંજપ્યારે પૈકીના સંત મોહકમસિંહજી બેટદ્વારકા (ઓખા) ના હતાં. તેઓને પણ યાદ કર્યા હતાં, અને દ્વારકાધામ વિકાસની વાત પણ કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન જે કહે છે તે કરે છે, આજે લાખનો આંકડો સામાન્ય બન્યો છે, અને કરોડોના વિકાસકામો થઈ રહ્યા છે. જે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાને સ્થાપેલી વિકાસલક્ષી વિચારધારાને આભારી છે. તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં જ તેમણે જામનગર અને કચ્છ સહિત રાજ્યમાં રૂ. ૧૮૪૬ કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે.
મુખ્યમંત્રીએ અત્યાર સુધીના દરેક વડાપ્રધાનોએ કરેલા પ્રયાસોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, સેમિકન્ડક્ટરના ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સફળતા મળી છે, જે પ્રબળ જ ઈચ્છાશક્તિની ફલશ્રૂતિ છે.
યોગ, આયુર્વેદ અને પરંપરાગત વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અંગે વડાપ્રધાને જામનગર નજીક વર્લ્ડ વર્લ્ડ મેડિકલ ટ્રેનિંગ સેન્ટર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી ઊભુ કરાયું, તેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને આપેલા સ્વદેશીના આગ્રહને અનુસરવાની પણ તેમણે અપીલ કરી હતી.
આયુર્વેદનો અમૂલ્ય વારસો સાચવી રાખવા 'વિરાસત ભી, વિકાસ ભી' ના મંત્ર સાથે ડબલ્યુએચઓ સેન્ટર અને દેશી દવાઓના પ્રચારની પદ્ધતિથી જામનગર પ્રચલિત થયું છે, જે જામનગર માટે ગૌરવની વાત છે.
વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર બની સ્વદેશી અભિયાન અપનાવવું જોઈએ, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ બ્રિજ એક આઇકોનિક બ્રિજ છે. બ્રિજ પરથી પસાર થતા તમામને વિકાસની અનુભૂતિ થાય છે. પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વને લીધે ગુજરાત રાજ્યનો ફરજિયાત ખર્ચ માત્ર ૪૪ ટકા છે, જેથી વિકાસકાર્યો માટે પૂરતું ફંડ ઉપલબ્ધ થઈ શકે છે. અણધાર્યા ખર્ચને પણ પહોંચી વળાય તેવી ઉત્તમ બજેટ વ્યવસ્થા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળ સમયે સુનિશ્ચિત કરી હતી, જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પૂરી કાર્યદક્ષતાથી નિભાવી અને જાળવી રહૃાા છે.
મુખ્યમંત્રીએ વિકાસના તમામ પ્રોજેક્ટસને કોઈપણ પ્રકારની નાણાકીય અગવડ વગર આગળ વધારી રહૃાા છે.
સાંસદ પૂનમબેન માડમે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, જામનગર માટે આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે.
સૌરાષ્ટ્રના ગર્વ સમાન આ બ્રિજ ટીયર ૩ સિટીમાં ભાગ્યે જ ક્યાંય જોવા મળે તેવો છે, જેનાથી રાજકોટ અને દ્વારકાના મુસાફરોની ટ્રાફિક સુગમતામાં વધારો થશે. શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ માળખાકીય સુવિધાઓ આપવાના પ્રધાનમંત્રીના સંકલ્પને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ વધારી રહૃાાં છે. શહેરની વિકાસની ગતિને પ્રતિબિંબિત કરતો આ બ્રિજ જામનગરના ઇઝ ઓફ લિવિંગમાં એક નવું સીમાચિન્હ સ્થાપિત કરશે. આ બ્રિજથી જામનગર માળખાકીય સુવિધાઓની દૃષ્ટિએ સૌરાષ્ટ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. સામાજિક સમરસતા અને પ્રગતિને અપનાવી જાતિવાદને જાકારો આપવા બદલ જામનગરવાસીઓની સાંસદે સરાહના કરી હતી.
કાર્યક્રમનો આરંભ મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા, સ્થાનિક વહીવટી તંત્ર, પદાધિકારીઓ વગેરેએ વિવિધ સ્મૃતિ ભેટ આપીને તેમજ હાલારી પાઘડી પહેરાવીને મુખ્યમંત્રીનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
જામનગર મહા નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત ૨.૦ યોજના, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ તેમજ વિવિધ ઘટકોની જુદી જુદી ગ્રાન્ટ હેઠળ નિર્માણ પામેલા રૂ. ૬૨૨ કરોડથી વધુના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે રજૂ થયેલી જામનગરની વિકાસગાથા તેમજ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયેલ પ્રકલ્પોને લગતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ઉપસ્થિત સૌએ નિહાળી હતી.
કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તથા રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્યો સર્વે દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, અગ્રણી બીનાબેન કોઠારી, કલેકટર કેતન ઠક્કર, મ્યુ.કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડેપ્યુટી મેયરશ્રી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, મહામંત્રીઓ, અગ્રણીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial