Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિસાવદરમાં ૨.૬૧ લાખ મતદારો અને કડીમાં ૨.૮૯ લાખ મતદારોઃ વિસાવદરમાં ત્રિપાંખિયો જંગઃ ૨૩ જુને મતગણતરી
અમદાવાદ તા. ૧૯: આજે ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકો માટે પેટા ચૂંટણીનુ મતદાન થઈ રહ્યું છે. જેમાં બપોર સુધીમાં વિસાવદરમાં ૪૦ અને કડીમાં ૪૫ ટકા જેટલુ મતદાન થયુ હોવાનું જાણવા મળે છે.
આજે ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડીની બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બપોરે મળી રહેલી માહિતી મુજબ કડીમાં ૪૫ ટકા અને વિસાવદરમાં ૪૦ ટકા જેવુ મતદાન થયું છે. વિસાવદરમાં આમઆદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હોવાનુ પણ જાણવા મળે છે.
ગુજરાત વિધાનસભાની વિસાવદર તેમજ કડી બેઠકોની પેટાચૂંટણી માટે આજે ૧૯ જૂને મતદાન થઈ રહ્યું છે. સાંજના ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. વિસાવદરમાં ૨.૬૧ લાખ મતદારો ૨૯૭ મતદાન મથકો પર મતદાન કરશે. તો કડીમાં ૨.૮૯ લાખ મતદારો ૨૯૪ મતદાન મથકો પર પોતાનો મત આપી રહ્યા છે. બપોર સુધીમાં કડી અને વિસાવદરમાં ૪૦ થી ૪૫ ટકા જેટલુ મતદાન થયુ હોવાના અહેવાલો છે.
કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે. વિસાવદરમાં વર્ષ ૨૦૨૨માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા, જોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યા. પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા, જેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતાં પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોંલકીનું નિધન થતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.
સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્રબની રહેલી વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે આજે ૨૯૪ મતદાન મથકો પર મતદાન થઈ રહયુ છે. હવે મતદારો પોતાનો ચુકાદો કોની તરફેણમાં આપે છે એ તા. ૨૩ના મતગણતરી બાદ સ્પષ્ટ થઈ જશે.
ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ રાણપરીયા અને આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાયો છે.
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહૃાું છે. મતદાર પર્યાવરણ પ્રત્યે જાગૃતિ માટે તાલુકાના ગામોમાં આવેલા ૨૯ મતદાન મથકો પર આંબા, આસોપાલવના તોરણ, કુંડા રાખી સુશોભિત કરી બૂથ બનાવવામાં તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં. મતદારો મતદાન ઉપરાંત પર્યાવરણના જતન અંગે પણ જાગૃત વિસાવદર, અને જૂનાગઢ ગ્રામ્ય ત્રણ તાલુકાના મથક તૈયાર કરાયા છે. વડાલ, વિજાપુર, નવા પીપળીયા, પાતાપુર, નવાગામ, વિશળ હડમતીયા, બરવાળા, કનકાઈ મથકમાં સંદેશાવ્યવહાર માટે વાયરલેસ સેટ અપાયા છે. ગીર જંગલમાં વસતા ૧૨૨ મતદારો માટે શેડો મતદાન ઉભું કરવામાં આવ્યું છે. આ મથક પર લીલાપાણી, સુવરડી અને ગોરડવાળા નેસના માલધારીઓ મતદાન કરશે. સંદેશાવ્યવહાર વાયરલેસ સેટનો ઉપયોગ થશે.
સવારે ચુસ્ત બંદોબસ્ત સાથે ચૂંટણી ફરજ પર રહેલા ૧૩૨૩ કર્મીઓને માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતેથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી બે દિવસમાં વિસાવદરમાં વરસાદ વરસી ગયો છે તંત્ર દ્વારા ઈવીએમને ૨૯૪ મતદાન બુથ સુધી લઈ જવા કુલ ૪૮ રૂટ પર વાહનોની ફાળવણી કરવામાં આવી હતી.
૩૨૩ પ્રિસાઇડિંગ ઓફિસર, ૩૨૩ પોલિંગ અધિકારી, મહિલા અને પુરૂષ પોલિંગ ઓફિસર સહિત કુલ ૧૨૯૨ કર્મીઓને ચૂંટણી ફરજ પર રખાયા છે. ૩૪ ઝોનલ ઓફિસરોની નિયુક્તિ કરવામાં આવી છે. કુલ ૪૮ રૂટ પર વાહનોની ફાળવણી કરવામાં આવી છે. સવારે બે તબક્કામાં કર્મચારીઓને બુથ વાઈઝ ઇવીએમ સોપવામાં આવ્યા હતા. વરસાદની સંભાવનાના કારણે તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમથી મતદાન બુથ સુધી વિશેષ તકેદારી અને વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌપ્રથમવાર ઝીપ બેગમાં ઇવીએમ લઈ જવામાં આવ્યા હતા.
એવી જ રીતે કડીમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો છે, અને સવારથી જ કેટલાક સ્થળે મતદારોની લાંબી લાંબી લાઈનો લાગી હતી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial