Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશમાં ટુ-થ્રી-ફોર વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વ્હીકલને ૩૪ કરોડ ઈ-મેમો ફટકારાયા
નવી દિલ્હી તા. ૧૯: ૧૦ વર્ષમાં વાહન ચાલકોને ૫૧૦૦૦ કરોડથી વધારેની રકમના કુલ ૩૪ કરોડ ઈ મેમો જારી કરાયા છે જે પૈકીમાંથી ૩૮ ટકા જેટલી રકમની વસુલાત થઈ છે. આરટીઆઈમાં સરકારે આપેલી સત્તાવાર માહિતીમાં આ ખુલાસો થયો છે.
૫૧ હજાર કરોડ માટે કુલ ૩૪ કરોડ ઈ-મેમો, પ્રત્યેક ચલણ દીઠ ૧૪૯૦ નો બન્યો સરેરાશ આંકડો. કેન્દ્ર સરકાર દ્વારા દેશના વાહનચાલકોને છેલ્લા ૧૦ વર્ષમાં ૫૧ હજાર કરોડથી વધુની રકમના ઈ મેમો ફટકારવામાં આવ્યા છે. જેમાં કુલ ૩૪ કરોડ ઈ મેમો જારી કરાયા છે. જે પૈકીમાંથી ૩૮ ટકા જેટલી રકમની વસુલાત થઈ છે. આઈટીઆઈમાં સરકારે આપેલી સત્તાવાર માહિતીમાં આ ખુલાસો થયો છે. ટુ થી ફોર વહીલ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે ૩૪ કરોડ ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે. જારી કરવામાં આવેલ કુલ ૩૪,૫૧,૧૨,૮૦૧ ઈ-ચલણ સામે ૩૮.૧૧% એટલે ૧૩,૧૫,૩૪,૧૩૨ ઈ-ચલણની ભરપાઈ થયેલ છે. ૨૧,૩૫,૭૮,૬૬૯ ઈ-ચલણની વસુલાત હજુ બાકી છે.
કરોડો રૂપિયાનાં ચલણ પરંતુ ૩૭ ટકાની જ ભરપાઇ
રૂ. ૫,૧૪,૪૨,૨૫, ૦૨,૧૮૩/- ઈ-ચલણ સામે ૩૭.૬૨% અટલે રૂ. ૧,૯૩, ૫૧,૫૯,૨૯,૮૧૮/-ની રકમ વસૂલાત થયેલ છે. રૂ. ૩,૨૦,૯૦,૬૫,૭૨,૩૬૫/-ની રકમ વસુલવાની હજુ બાકી છે. ૧૦ વર્ષમાં કોર્ટમાં મોકલવામાં આવેલ ઈ-ચલણની સંખ્યા ૯,૨૪,૭૬, ૪૫૩ છે. જેમાં ૧,૪૭,૨૪,૨૨૪ ઈ-ચલણનો નિકાલ થઇ ગયેલ છે. હજુ ૭,૭૭,૫૨,૨૨૯ ઈ-ચલણના કેસ પેન્ડિંગ છે. છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ ઈ-ચલણ જારી કરનાર ૫ રાજ્યમાં તમિલનાડુ (૭,૨૦,૮૮,૭૧૫) ઉત્તર પ્રદેશ (૬,૮૨,૫૫,૪૩૦) કેરાલા (૩,૪૯,૫૯,૩૪૫) હરિયાણા (૧,૭૬,૬૩, ૨૧૯) દિલ્લી (૧,૩૬,૭૨, ૭૩૫) છે.
દસ વર્ષનો ડેટા આરટીઆઈમાં થયો જાહેર
છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ રેવન્યુ આવક ધરાવતા ૫ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ (રૂ. ૩,૬૨૨,૦૪,૮૬,૬૦૫/-) હરિયાણા (રૂ. ૨,૦૬૦, ૪૫,૮૧, ૫૧૯/-) રાજસ્થાન (રૂ.૧,૯૫૩,૨૫, ૦૧,૯૩૭/-) બિહાર (રૂ. ૧,૮૩૮,૭૪,૭૮,૯૭૩/-) મહારાષ્ટ્ર (રૂ. ૧,૫૧૪, ૭૨,૭૯,૦૧૧/-) મોખરે છે. તા. ૦૧-૦૫-૨૦૨૪ થી ૩૧-૦૫-૨૦૨૫ સુધીના એક વર્ષના સમયગાળામાં ૯,૩૬,૮૮,૪૩૦ જેટલા ઈ-ચલણ તમામ રાજ્યો અને કેન્દ્ર શાશિત પ્રદેશો મળીને વાહન ચાલકોને પાઠવવામાં આવેલ છે.
અબજો રૂ. વસુલવાના બાકી
છેલ્લા ૧ વર્ષમાં જારી કરેલ ચલણ રૂ. ૧,૬૨,૫૧,૯૩,૯૨,૬૪૮/-પૈકી ૨૨.૩૨% અટલે રૂ. ૩૬,૨૮,૦૭,૨૧,૮૯૨/- આવક થયેલ છે અને રૂ. ૧,૨૬,૨૩, ૮૬,૭૦, ૭૫૬/- હજુ વાહન ચાલકો પાસેથી વસૂલવાનું બાકી છે. છેલ્લા ૧ વર્ષમાં સૌથી વધુ ઈ-ચલણ જારી કરનાર ૫ રાજ્યમાં ઉત્તરપ્રદેશ (૧,૭૮,૬૪,૪૭૬) તમિલનાડુ (૧,૨૭,૫૧,૦૬૦) કેરાલા (૧,૧૬,૯૯,૩૧૨) ગુજરાત (૬૮,૯૦,૭૪૧) હરિયાણા (૪૧,૯૩,૮૦૧) નો સમાવેશ થાય છે.
સુરતના નાગરિક દ્વારા કરવામાં આવી આરટીઆઇ
ઉપરોક્ત તમામ માહિતીઓ સુરત શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા એમ પરિવહન ડિપાર્ટમેન્ટ (ડિજિટલ ટ્રાફિક / ટ્રાન્સપોર્ટ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ)ને કરવામાં આવેલ અંતર્ગત આપવામાં આવેલ માહિતીમાંથી ઉપલબ્ધ થયું છે. વાહન ચલાવવા વાળાના નિયમભંગ પકડીને ઈ-મેમો પાઠવીને નાગરિકો પાસેથી કરોડોની વસૂલી કરી રહી છે સરકાર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial