Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીજી જૂન પછીના પખવાડીયામાં ૮૩ ફલાઈટ્સ રદ થઈ હતી
અમદાવાદ તા. ૧૯: અમદાવાદ પ્લેન ક્રેશ પછી હવે એર ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફલાઈટમાં ૧૫%નો ઘટાડો કરશે, તેમ જાણવા મળે છે.
ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ ગઈકાલે જાહેરાત કરી હતી કે તે આગામી થોડા અઠવાડિયા માટે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા વિમાનોના સંચાલનમાં ૧૫ ટકાનો ઘટાડો કરશે. આ ઘટાડો તાત્કાલિક અસરથી શરૂ થયો છે અને જુલાઈ મહિનામાં લાગુ થઈ જશે.
નોંધનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટના અને બોઈંગ ૭૮૭ ડ્રીમલાઇનરમાં સુરક્ષા તપાસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, એર ઇન્ડિયા તેના વાઇડ-બોડી એરક્રાફ્ટ એટલે કે બોઈંગ ૭૮૭ ડ્રીમલાઇનર, બોઈંગ ૭૭૭ અને એરબસ એ૩૫૦થી દરરોજ લગભગ ૭૦ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જોકે, પશ્ચિમી દેશોના રૂટ પર તાજેતરમાં એરસ્પેસ બંધ થવાને કારણે ફ્લાઇટનો સમય વધ્યો છે, જેના કારણે વિમાનોની ઉપલબ્ધતા પર અસર પડી છે.
આ ઉપરાંત ૧૨મી જૂને અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ એઆઈ ૧૭૧ના અકસ્માત પછી બોઈંગ ૭૮૭ વિમાનોની સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે આ વિમાનોની ઉડાન ક્ષમતા મર્યાદિત થઈ ગઈ છે. બીજી જૂનથી ૧૭ જૂન દરમિયાન વાઈડ-બોડી એરક્રાફ્ટ સાથે કુલ ૫૪૫ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવાની હતી. તેમાંથી ફક્ત ૪૬૨ ફ્લાઇટ્સ પૂર્ણ થઈ શકી હતી, જ્યારે ૮૩ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આ આંકડો ૧૫.૨% રદ કરવાનો દર દર્શાવે છે.
આ આંકડાઓના આધારે, એર ઇન્ડિયાએ તેના શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે અને નક્કી કર્યું છે કે વર્તમાન ક્ષમતા અનુસાર ૧૫ ટકા ફ્લાઇટ્સ ઘટાડવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, ગુરૂવારે અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જોકે, એક વ્યક્તિ જીવિત રહી હતી. આ અકસ્માતમાં ન ફક્ત વિમાનમાં સવાર વ્યક્તિઓના મૃત્યુ થયા, પરંતુ જે બિલ્ડિંગ પર વિમાન પડ્યું તેની આસપાસ હાજર લોકોના પણ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટના પછી પણ એરઈન્ડિયાની ખામીયુકત જણાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial