Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેલેરિયા વિરોધી જુન માસ સંદર્ભે જામ્યુકોની ગાઈડલાઈન્સ
જામનગર તા. ૧૯: જામનગર શહેરમાં વરસાદનું આગમન થઇ ચુક્યું છે. આપણે શહેર ન લોકો ને મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા, વગેરે થી બચાવવાના છે. આ કાર્ય શહેરીજનોના સહકાર વિના શક્ય નથી.
શું તમે તમારા ધાબા પરનો કાટમાળ દુર કર્યો?, છત પરના વરસાદી પાણીના નિકાલ માટેના આઉટલેટ ચેક કર્યા? ઘરમાં છત પર ,આજુ-બાજુમાં, આગળ-પાછળના ફળીયામાંનો ભંગાર દૂર કર્યો? શું તમારા ઘરની આસપાસ પાણી ભરાય રહે તેવા ખાડા-ખાબોચિયા છે? પાણીના ટાંકા-ટાંકી મચ્છર ન પ્રવેશે તે રીતે ઢાંકેલા છે? ઘરની આસપાસ ગાયની કુંડી, પક્ષીકુંજ, ફ્રીઝ પાછળની ટ્રે વગેરેની નિયમિત સફાય થાય છે?
ઉપરોક્ત જણાવેલ બાબતો પ્રત્યે સભાનતા દર્શાવી છત પર, અગાશીમાંથી કાટમાળ-ભંગાર દૂર કરો. છત પર વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપ લાઈનની સફાઈ કરો. ગાયની કુંડીની અઠવાડિયામાં એકવાર સફાઈ થાય તેનું ધ્યાન રાખો. પક્ષીકુંજનું પાણી દરરોજ બદલી નાંખો, તથા તેની સફાઈ કરી ફરીથી ઉપયોગ કરો. ફ્રીઝ પાછળની ટ્રે અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર સાફ કરીને ફરીથી ઉપયોગ કરો. પાણી ભરેલાં ટાંકા-ટાંકી તથા અન્ય પાત્રોમાં મચ્છર પ્રવેશી ન શકે તે રીતે ઢાંકીને રાખો.
આમ કરવાથી આપણે મચ્છરની ઉત્પત્તિને અટકાવી શકીશું તથા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયાથી બચી શકીશું. આ માટે શહેરના તમામ નાગરિકોએ ઉપર દર્શાવ્યા પ્રમાણેના પગલાં લઇ, શહેરને મચ્છરજન્ય રોગચાળાથી મુક્ત કરીએ.
દર રવિવારે ૧૦ મિનિટનો સમય કાઢી. તમામ પાણી ભરાયેલાં પાત્રોની ચકાસણી કરો. મચ્છરની ઉત્પત્તિ જણાય તો તેને દુર કરો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial