Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલા ચીનમાં જોવા મળ્યો, ભારતમાં હજુ એન્ટ્રી થઈ નથી
વોશિંગ્ટન તા. ૧૯: અમેરિકામાં કોરોનાનો નવો સબ-વેરિયેન્ટ જોવા મળતા વિશ્વ આરોગ્ય સંસ્થા સતર્ક થઈ ગઈ છે, જો કે હજુ ભારતમાં આ નવા સબ-વેરિયેન્ટ નિમ્બસની એન્ટ્રી થઈ નથી.
કોરોના વાઇરસના કેસ ફરી વધી રહૃાા છે, જેમાં હવે કોવિડનો એક નવો સબ-વેરિયન્ટ અમેરિકામાં જોવા મળી રહૃાો છે. આ વેરિયન્ટના લક્ષણો અસરગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહૃાા છે.
હાલમાં, ડબલ્યુએચઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને અમેરિકન આરોગ્ય એજન્સીઓ તેના પર નજર રાખી રહી છે. આ વેરિયન્ટનું નામ એનબી.૧.૮.૧ છે, જેને નિમ્બસ નામથી પણ ઓળખવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ વેરિયન્ટ આ પહેલા ચીનમાં પણ જોવા મળ્યો છે. જોકે, ભારતમાં હજુ સુધી તેની હાજરી વિશે કોઈ માહિતી નથી.
આ નિમ્બસ વેરિયન્ટના લક્ષણો વિષે કહેવામાં આવી રહૃાું છે કે, તેના કારણે દર્દીઓને ગળામાં દુખાવો થાય છે. આ કારણે, દર્દીઓ તેને રેઝર બ્લડ થ્રોટ પણ કહી રહૃાા છે. આ ઉપરાંત, દર્દીમાં બંધ અથવા વહેતું નાક, થાક, હળવી ઉધરસ, તાવ, શરીરમાં દુખાવો, ઝાડા જેવા લક્ષણો પણ જોવા મળી રહૃાા છે.
મીડિયા રિપોર્ટ્સમાં, સીડીસી એટલે કે સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને ટાંકીને કહેવામાં આવી રહૃાું છે કે ૭ જૂનના રોજ પૂરા થયેલા ૨ અઠવાડિયાના સમય ગાળામાં, આ વેરિયન્ટના લગભગ ૩૭% કેસ નોંધાયા હતા. આ અંગે આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ નવો વેરિયન્ટ વિશ્વના એક તૃતીયાંશ કેસનું કારણ બની શકે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ બુધવારે જણાવ્યું હતું કે તે ઓમિક્રોનના ચાર નવા પેટા પ્રકારોને જીનોમ સિક્વન્સિંગ અને અલગ કરી રહી છે, જે ભારતમાં કોવિડના કેસમાં તાજેતરના વધારા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. તેમજ એપ્રિલના બીજા અઠવાડિયાથી કોવિડના કેસમાં વધારો જોવા મળ્યો હતો. સમગ્ર ભારતમાં નવા કેસમાં જીનોમ સિક્વન્સિંગ પછી, ઓમિક્રોનના ચાર પેટા પ્રકારો -એલએફ.૭, એકસએફજી, જેએન.૧.૧૬ અને એનબી. ૧.૮.૧ - મળી આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial