Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણ ક્ષેત્રની ઘોર અધોગતિ...!
ખંભાળીયા તા. ૧૯: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ કે જેના ખંભા પર સમગ્ર રાજ્યના શિક્ષણના વિકાસની જવાબદારી છે તે વિભાગ જાણે મહત્ત્વની વસ્તુ પરિબળ કે શિક્ષક વગર શાળા ના ચાલે તે બાબત ન સમજતો હોય તેવું લાગે છે...! જે ખૂબ જ ચિંતાજનક છે...!!
દ્વારકા જિલ્લાના અંતિરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં ખાનગી કે ગ્રાન્ટેડ શાળાઓ શરૂ થતી ના હોય તથા ખૂબ જ પછાત વિસ્તાર અને પછાત ગરીબ વાલીઓ રહેતા હોય, તેવા સાત સ્થળોએ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ર૦ર૪ માં હાઈસ્કૂલો શરૂ થઈ જે આવકારદાયક તથા વાલીઓ માટે આનંદજનક હતું.
પણ ગયા વર્ષે ધો. ૯ શરૂ થયું અને આ બાળકો આ વર્ષે ધોરણ-૧૦ બોર્ડમાં આવ્યા પણ બીજા વર્ષે પણ આ સાતેય શાળામાં શિક્ષકોની સંખ્યા શૂન્ય છે...!! નિયમ મુજબ બીજા વર્ષે આ તમામ શાળામાં વર્ગદીઠ ૧.પ ના રેશીયા મુજબ ત્રણ-ત્રણ શિક્ષકો મળે પણ અહીં શૂન્ય શિક્ષક છે...!!
ખંભાળીયા તાલુકાના માંઝા, કલ્યાણપુરના કેનેડીમાં તથા દ્વારકા તાલુકામાં ટુંપણી, શિવરાજપુર, ધીણકી, હમુસર જેવી પાંચ મળીને સાત શાળાઓ શરૂ થઈ છે, જેના બિલ્ડીંગ પણ બનવાના બાકી છે. હાલ અન્ય સરકારી શાળાઓના શિક્ષકોને જ્યાં ત્યાંથી અહીં ટેમ્પરરી એક-બે સપ્તાહ માટે મૂકીને ગાડુ ચલાવાય છે ત્યારે અન્ય સરકારી શાળાઓમાં પણ છેલ્લા બદલી કેમ્પ પછી ત્યાં પણ કેટલાય સ્થળોએ શૂન્ય સંખ્યા છે ત્યારે અહીં ક્યાંથી શિક્ષકો મૂકવા તે મોટો પ્રશ્ન છે અને શિક્ષણ વિભાગ એક વર્ષથી ભરતી પ્રક્રિયામાં "ચાંચુડી ઘડાવું છું" ની જેમ કામ જ નથી કરતું ત્યારે આ મોટો પ્રશ્ન દ્વારકા જિલ્લામાં થયો છે...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial