Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત મહિના પહેલાં થઈ હતી ચોરીઃ
જામનગર તા. ૧૯: કાલાવડના નાની વાવડી ગામમાં એક મકાનમાં થયેલી ચોરીના ગુન્હામાં સંડોવાયેલા ધ્રોલના મહિલાની જામીન અરજી અદાલતે મંજૂર રાખી છે.
કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં રહેતા મનસુખભાઈ પરસોત્તમ સાંગાણીના મકાનમાંથી ગઈ તા.૯-૧૨-૨૪ના દિને રૂ. પ લાખ ૭૦ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી.
આ બાબતની પોલીસમાં કરાયેલી ફરિયાદ પછી પોલીસે ધ્રોલની રામીબેન રાજુભાઈ વાઘેલા ઉર્ફે રમાબેન નામના મહિલાની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. આ મહિલાએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે. આરોપી તરફથી વકીલ જયંતિલાલ ટાંક, પંકજ લહેરૂ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial