Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધ્યમવર્ગીય રાજપૂત યુવાને વધાર્યુ સમાજ અને નગરનું ગૌરવ
જામનગર તા.૧૯: મૂળ. મોડપર (મોરબી) હાલ જામનગરના રાજપૂત યુવાન દશરથસિંહ પ્રતાપસિંહ જાડેજાએ ભારતીય સ્ટેટ બેંક દ્વારા સ્પે.ઓફિસર તરીકે દેશભરના ૧૫મા ક્રમે પસંદગી પામી પરિવાર તથા જામનગરનું ગૌરવ વધાર્યુ છે.
દશરથસિંહ જાડેજા મધ્યમવર્ગ પરિવારમાંથી આવે છે. તેઓ જામનગરની ખાનગી બેંકમાં ફોરેન એકક્ષચેંજ વિભાગમાં ફરજ બજાવતા હતાં. તાજેતરમાં ભારતીય સ્ટેટ બેંક દ્વારા આ જ કામગીરી માટે સ્પેશ્યલ ઓફિસરની સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ૧૫૦ જેટલી જુદા-જુદા શહેરની શાખામાં ફોરેન એકક્ષચેંજ અધિકારી તરીકેની જગ્યા ભરવા માટે અનુભવી ઉમેદવારોની અરજી મંગાવાઇ હતી. ગુજરાતમાંથી ૨૦ ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી માત્ર બે પસંદ પામ્યા હતા. જેમાં જામનગરના દશરથસિંહ જાડેજાનો સમાવેશ થાયો છે. તેઓ દેશભરમાંથી પસંદ કરાયેલ ૧૩૦ ઉમેદવારોની યાદીમાં ૧૫મા ક્રમે પસંદગી પામ્યા છે. દશરથસિંહને હૈદ્રાબાદમાં નિમણૂક આપવામા આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial