Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ ૧૮૨ મુસાફરો સુરક્ષિત
નવી દિલ્હી તા. ૧૯: ઈન્ડિગોની ફલાઈટમાં ટેકિનકલ ખામી સર્જાતા ૧૮૦ મુસાફરો સાથે દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હોવાનું જાણવા મળે છે.
ઈન્ડિગોની દિલ્હીથી લેહ જતી ૬ઈ ૨૦૦૬ ફ્લાઈટનું આજે ગુરૂવારે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાન ટેક ઑફ થયાના થોડી જ ક્ષણોમાં તેમાં ટેક્નિકલ ખામી આવી હતી. જેના લીધે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. જો કે, ફ્લાઈટ સુરક્ષિત પણે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. વિમાનમાં ૧૮૨ પેસેન્જર સવાર હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે.
ઈન્ડિગોએ ઈમરજન્સી લેન્ડિંગ બાદ સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું કે, એરક્રાફ્ટ ફરી સંચાલનમાં આવે તે પહેલાં જરૂરી સમારકામ થઈ રહૃાું છે. મુસાફરોને લેહ પહોંચાડવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ રોજબરોજ ફ્લાઇટમાં ખામીના સમાચાર મળી રહૃાા છે. ૧૭ જૂનના રોજ એર ઇન્ડિયાની કુલ સાત ફ્લાઇટ ટેક્નિકલ તથા અન્ય કારણોસર ઉડાન ભરી શકી ન હતી. એર ઇન્ડિયાની દિલ્હીથી પેરિસ, લંડનથી અમૃતસર, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ અને અમદાવાદથી લંડન આવતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા, બેંગ્લુરુથી લંડન જતી ફ્લાઇટ પણ રદ થઈ હતી. મોટાભાગની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. રદ થયેલી ફ્લાઇટ્સમાં છ બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર હતી. આ મોડલ જ અમદાવાદમાં ક્રેશ થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial