Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસએમએસ દ્વારા પણ જાણ કરાશેઃ ટ્રેક પણ કરી શકાશેઃ ચૂંટણી પંચ
નવી દિલ્હી તા. ૧૯: ચૂંટણી પંચે જણાવ્યા મુજબ હવે ૧૫ દિવસમાં જ મતદાર ઓળખપત્ર એટલે કે ચૂંટણી કાર્ડ મતદારોને મળી જશે. એસએમએસ દ્વારા તાત્કાલિક માહિતી મળશે.
દેશના નાગરિકોએ હવે મતદાર ઓળખપત્ર બનાવવા માટે કે પછી તેમાં ફેરફાર કરવા માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે. દેશના નાગરિકોએ વોટર આઈડી કાર્ડ બનાવવા માટે લાંબી રાહ નહીં જોવી પડે તેમજ ઓફિસોમાં ધક્કા પણ ખાવા નહીં પડે, કારણ કે, ચૂંટણી પંચ (ઈસી)એ મતદાર ઓળખ પત્રને લઈને મહત્ત્વની પહેલ કરી છે. ચૂંટણી પંચે મતદાર ઓળખ પત્રની પ્રક્રિયાને સંપૂર્ણ બદલી નાખી છે. ઈડીના નવા નિયમ મુજબ હવે નાગરિકોને માત્ર ૧૫ દિવસમાં જ નવું અથવા ફેરફાર કરેલું વોટર આઈડી કાર્ડ મળી જશે.
ચૂંટણી પંચે સ્પષ્ટ કહૃાું છે કે, અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કામકાજના ૧૫ દિવસમાં મતદારને કાર્ડ સોંપી દેવામાં આવશે. અગાઉ નવું કે પછી ફેરફાર કરેલું મતદાર ઓળખ પત્ર મેળવવામાં અઠવાડિયાથી લઈને મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી, જોકે નવી વ્યવસ્થા હેઠળ ડેટા વેરિફિકેશન, કાર્ડ પ્રિન્ટિંગ અને ડિલિવરી પ્રક્રિયા સમયબદ્ધ કરી દેવાઈ છે. આ નવી વ્યવસ્થા માત્ર નવા વોટર આઈડી કાર્ડ માટે જ નહીં, પરંતુ જે મતદારો કાર્ડમાં નામ, સરનામું, ફોટો અથવા ઊંમરમાં ફેરફાર કરવા માંગે છે, તેમના પર પણ લાગુ થઈ ગઈ છે. ચૂંટણી પંચે આ નિર્ણયને લોકશાહી ભાગીદારી વધારવા માટેની પહેલ ગણાવી છે. પંચ કહૃાું છે કે, ડિજિટલ અને ફિજિકલ બંને ફોર્મેટમાં મતદાર ઓળખ કાર્ડની ડિલિવરી ટ્રેકે કરવા લાયક બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં દરેક જિલ્લામાં આ માટે અલગ ડેસ્ક તૈયાર કરવામાં આવશે.
ચૂંટણીપંચના જણાવ્યા મુજબ જો તમને મતદાન ઓળખપત્રને લઈ કોઈપણ મુશ્કેલી અનુભવી રહૃાા છો તો તમે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પરથી તમામ માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત વોટર આઈડી કાર્ડ મેળવવા માટે વેબસાઈટ પર અરજી પણ કરી શકો છે. આ માટે તમારે જરૂરી દસ્તાવેજો, જેમ કે ઊંમરનો પુરાવો, સરનામાનો પુરાવો અને ફોટો અપલોડ કરવા પડશે. ખાસ કરીને તમે મોબાઈલ નંબર નોંધવાનું ન ભૂલતા, કારણ કે તમામ મોબાઈલ નંબર પર જ સ્ટેટ્સ અપડેટ મળતું રહેશે. તમે જે અરજી કરી છે, તેની માહિતી તમને એસએમએસ અથવા ઈ-મેઈલ દ્વારા પણ મળશે. તમે આ પ્રક્રિયાની સરળાથી ટ્રેક કરી શકશો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial