Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૧ લાખ ર૧ અને બે મોબાઈલ કબજે કરાયાઃ સાત દિવસના રિમાન્ડઃ
જામનગર તા. ૮: સલાયામાં ત્રણ સપ્તાહ પૂર્વે સવારે દુકાનના શટરનું તાળુ ખોલી રહેલા એક વેપારીના પગ પાસેથી રૂ.૭ લાખની રોકડવાળા થેલાની લૂંટ થઈ હતી. એક શખ્સે તે થેલો ઉપાડી દોટ મૂકી પોતાના સાગરિતના ચાલુ રહેલા મોટરસાયક પાછળ બેસી જઈ બંને શખ્સ અદ્રશ્ય થઈ ગયા હતા. પોલીસે શરૂ કરેલી તપાસમાં અમદાવાદ પાસેથી આ શખ્સો ઝડપાઈ ગયા છે. પોલીસે રૂ.૧ લાખ ર૧ હજાર રોકડા અને બે મોબાઈલ કબજે કરી બંને આરોપીને સાત દિવસના રિમાન્ડ પર લીધા છે અને બાકીની રોકડ શોધી કાઢવા પૂછપરછ ઘનિષ્ઠ બનાવી છે.
ખંભાળિયા શહેરમાં રહેતા અને સલાયામાં દુકાન ચલાવતા તેમજ વેસ્ટર્ન યુનિયન મનીટ્રાન્સફરીંગનું કામ કરતા વેપારી કિરીટભાઈ વલ્લભદાસ બદિયાણી ગઈ તા.૧૯ની સવારે પોણા નવેક વાગ્યે પોતાના ભાઈ સાથે ખંભાળિયાથી આવ્યા પછી તેમના ભાઈ મોટર પાર્ક કરવા ગયા અને કિરીટભાઈ દુકાનનું તાળુ ખોલતા હતા.
આ વેળાએ તે વેપારીએ રૂ.૭ લાખની રોકડ જેમાં હતી તે થેલો પગ પાસે રાખ્યો હતો. ત્યારે જ એક શખ્સ દોડીને આવ્યો હતો અને તેણે થેલો ઉપાડી દોટ મૂકી મોટરસાયકલ ચાલુ રાખીને ઉભેલા પોતાના સાગરિત પાછળ બેસી ગયો હતો અને સ્થળ પરથી બાઈક નાસી છૂટ્યું હતું. આ બનાવની પોલીસને જાણ કરાતા એસપી જયરાજસિંહ વાળાએ તાત્કાલિક નાકાબંધી કરાવી હતી પરંતુ આરોપીઓ નાસી ગયા હતા.
આ બનાવની તપાસ માટે એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસની ટૂકડીઓ જોતરાઈ હતી. આ શખ્સોમાં એજાઝ રઝાક સંઘાર નામના આરોપીને ફરિયાદી વેપારી ઓળખી ગયા હતા. બંને શખ્સની શરૂ કરાયેલી શોધમાં સાયબર વિભાગની ટીમની મદદથી અમદાવાદ સુધી સગડ નીકળ્યા હતા.
અમદાવાદ સુધી પહોંચેલી પોલીસ ટીમે ત્યાંથી આરોપી એજાઝ રઝાક સંઘાર અને જાકુબ જુનસ સુંભણીયાને દબોચી લીધા છે. આ શખ્સો પાસેથી રૂ.૧ લાખ ર૧ હજાર રોકડા તથા બે મોબાઈલ કબજે કરાયા છે. સલાયા ખસેડાયેલા બંને આરોપીને અદાલતમાં રજૂ કરાતા સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેમાં આરોપીઓ પાસે રી-કન્સ્ટ્રક્શન કરાવાયા પછી પોલીસે બાકીની રોકડ અંગે ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. આરોપી પૈકીના એજાઝ રઝાક સામે મારામારી, મિલકત તથા શરીર સંબંધી ૧૪ ગુન્હા નોંધાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial