Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલની સગીરા પર ગેંગરેપ ગુજારાયાના બનાવમાં હાઈકોર્ટ આકરા પાણીએઃ ઉધડો લીધો

આગામી તા.૧૭ના દિને તપાસ અને રિપોર્ટ રજૂ કરવા હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: ધ્રોલ પંથકમાં છ વર્ષ પહેલાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારાયાની ફરિયાદ લખાવવા પોલીસ મથકે પહોંચેલી આ સગીરાની માતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી. તે પછી ઉચ્ચસ્તરીય રજૂઆત પછી ગુન્હો નોંધાયો હતો અને બે વર્ષ પહેલાં મળી આવેલી આ સગીરાએ પોતાના પર દુષ્કર્મ ગુજારનાર શખ્સોના નામ આપ્યા હોવા છતાં પોલીસે તે કલમનો ઉમેરો ન કરી સગીરાનું ૧૬૪ હેઠળ નિવેદન પણ નોંધ્યું ન હતું અને તબીબી ચકાસણી પણ કરાવી ન હતી. આ બાબતે આકરા પાણીએ આવેલી હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ ધ્રોલ પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રી પર ગઈ તા.૬-પ-૧૯ના દિને સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. તેની આ સગીરાના માતાએ ધ્રોલ પોલીસને જાણ કર્યા પછી તત્કાલિન એસપીને લેખિતમાં રજૂઆત કરી હતી. જેના પગલે ધ્રોલ પોલીસને આ અરજી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી હતી. તેમ છતાં ધ્રોલ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.

ત્યારપછી આ સગીરાની માતા એક વકીલ સાથે ધ્રોલ પોલીસ મથકે આવ્યા હતા જ્યાં તેઓએ નિવેદન આપ્યા પછી પણ પોલીસે કાર્યવાહી કરી ન હતી અને અરજી પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું. તેથી નારાજ સગીરાના માતાએ રાજ્યના ડીજીપી, મુખ્ય સચિવ, જામનગર એસપી, ધ્રોલ પીઆઈને ફરીથી લેખિતમાં રજૂઆત કરતા તા.૯-૭-૧૯ના દિને ફરિયાદ દાખલ કરાઈ હતી. તે પછી વર્ષ ૨૦૨૩માં જુલાઈ મહિનામાં આ સગીરા મળી આવી હતી અને તેણે માગો, કિશોર, સુનિલ, દીગો, તલો, સંજય, હસમુખ, કમલેશ, વિજય નામના શખ્સોએ દુષ્કર્મનો ભોગ બનાવ્યાની ચોંકાવનારી વિગતો આપી હતી.

ત્યારપછી પણ પોલીસે તેણીની તબીબી ચકાસણી કરાવી ન હતી કે સીઆરપીસી ૧૬૪ હેઠળ નિવેદન નોંધ્યું ન હતું અને દુષ્કર્મના ગુન્હા અંગે આરોપીઓ સામે કોઈ કલમનો ઉમેરો કર્યાે ન હતો. તે બાબત ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચતા આકરા પાણીએ આવેલી હાઈકોર્ટે જામનગરના એસપીને સમગ્ર કેસની તપાસ અને તેનો રિપોર્ટ રજૂ કરવા ફરમાન કરવા ઉપરાંત ધ્રોલ પોલીસનો ઉધડો લીધો છે અને આગામી તા.૧૭ના દિને એસપીને હાઈકોર્ટ સમક્ષ વર્ચ્યુઅલ રીતે હાજર રહેવા જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh