Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક વિસ્તારોમાં હવે મીઠું પાણી મળતું થશેઃ
ખંભાળિયા તા. ૮: ખંભાળિયા નગરપાલિકા તંત્ર દ્વારા પાણીની મેઈન લાઈનમાંથી ગમે તેવડા મોટા ગેરકાયદે જોડાણોને કાપી નાંખવાની કાર્યવાહી થવાથી અન્ય વિસ્તારોમાં પાણીનો ફોર્સ વધ્યો છે. તેમજ શહેરના કેટલાંક (૪૦ ટકા) વિસ્તારોમાં મીઠું પાણી મળતું થઈ જશે.
૪૦ ટકા વિસ્તારને મીઠું પાણી મળશે
ખંભાળિયા જયારે નગર પંચાયત હતી ત્યારથી જ ફૂલવાડી વોટર વર્કસ હેઠળના વંડાફળી, દેરાફળી, દ્વારકા ગેઈટ, પઠાણ પાડા, નાગર પાડા સહિતના વિસ્તારોને ફુલવાડીમાં કૂવા બોર તથા હોજનું પાણી અપાતું હતું જે ક્ષાર યુકત તથા મોળું પાણી હતું હવે સરકારની નલ સે જલની યોજનામાં છેક ઘી ડેમથી મીઠું પાણી સીપેજનું મળશે તથા જરૂર પડયે ઘી ડેમમાંથી તથા નર્મદાના પાણીનો પણ આ વિસ્તારને લાભ મળશે. હાલ એક લાઈનનું કામ પૂર્ણ થઈ ગયું હોય હવે બીજી લાઈનનું કામ શરૂ થશે જે પૂર્ણ થયા પછી સંપૂર્ણ વિસ્તારમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે.
સરકારના નિયમ મુજબ ગેરકાયદે કનેકશનો કાપવાની સાથે જ નવા જોડાણો નિયમ મુજબ ફી ભરીને આપવાનું પણ પાલિકાએ ચાલુ કરતા ૧૫૦ કપાયાની સાથે ૧૫૦થી વધુ નવા જોડાણો પણ દેવાયા છે જો કે, કાયદેસર રીતે આ કનેકશનો પાઈપની સાઈડમાંથી જ દેવાયા છે.
બાર કલાકના બદલે પોણો કલાક પાણી
ખંભાળિયા ફૂલવાડી વોટર વર્કસમાંથી મેઈન લાઈનમાં નીચેના ભાગમાંથી મરજી મુજબ કનેકશનો લેવાતા અહીં નળ બાર કલાક સુધી આવતો પણ નવી લાઈન તથા નવી વ્યવસ્થાથી હવે આખા શહેરને મળતા પાણીના સમય મુજબ એકાંતરા પોણો કલાક જ નળ આવતા તથા શરૂ થતાં પાણીનો ખૂબ બગાડ અટકવા સાથે બચાવ થયો છે.
પા.પુ. ઈજનેરશ્રી નંદાણીયાએ જણાવેલ કે હાલ એક મેઈન લાઈનમાં ગેરકાયદે કનેકશનો કપાયા છે. હવે બીજી મેઈન લાઈનમાં પણ ગેરકાયદે કનેકશનો કાપવાનું શરૂ થશે તથા ખંભાળિયામાં વર્ષોથી વંડાફળી, ડેરાફળી, જશોદા ફળી, પાંચ હાટડી, ખત્રીવાડ સહિતના વિસ્તારોમાં ઓછા પ્રેસર સહિતની પાણીની સમસ્યા રહેતી હતી તે હવે ભૂતકાળ થઈ જશે. થોડા જ સમયમાં નલ સે જલની મેઈન લાઈનોના કાર્યો પૂર્ણ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial