Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રા.સાં. તથા વાંકાનેર રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆતઃ
જામનગર તા. ૮: જામનગરના પૂર્વ રાજવી દિગ્વિજયસિંહજી જાડેજાને મરણોત્તર 'ભારત રત્ન' આપવાની માગ કરવામાં આવી છે. રાજ્યસભા સાંસદ તથા વાંકાનેર રાજવી પરિવારના સભ્ય કેસરીદેવસિંહ ઝાલાએ રાજ્યસભામાં આ અંગે રજૂઆત કરી છે.
દિગ્વિજયસિંહજીએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે પોલેન્ડના મહિલાઓ અને બાળકોને કોઈ દેશ શરણ આપતો ન હતો ત્યારે બાલાચડીમાં શરણ આપી તેમના શિક્ષણ અને આરોગ્યની પણ વ્યવસ્થા કરી હતી. ઉપરાંત આઝાદ ભારતમાં સૌરાષ્ટ્રના રજવાડાઓના વિલિનિકરણમાં પણ સરદાર પટેલના સહાયક તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તેમજ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરના નવનિર્માણમાં પણ તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.
પોલેન્ડમાં પણ મહારાજા દિગ્વિજયસિંહજીને ગુડ મહારાજા તરીકે સન્માન આપી તેમના નામની શાળા, ચોક વગેરે રાખવામાં આવ્યા છે અને ત્યાંના રાજનેતાઓ શપથ લેતી વખતે પણ દિગ્વિજયસિંહજીનું સ્મરણ કરે છે. આ તમામ સેવાકાર્યો અને ઈતિહાસમાં અમીટ પ્રદાનને ધ્યાને દિગ્વિજયસિંહજી જાડેજાને ભારત રત્ન આપવાની માગ કેસરીદેવસિંહ ઝાલાએ કરી છે, જેને રાજપૂત સમાજના આવકાર ઉપરાંત ચોતરફથી જનસમર્થન પણ સાંપડી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial