Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ખાનગી બેંકને નબળુ સોનું ધાબડી મહિલા સહિત નવે મેળવી ૯૭ લાખની લોન

રજૂ થયો બોગસ રિપોર્ટઃ ચારેક વર્ષે કૌભાંડ ખૂલ્યું: બેંકના વેલ્યુઅર સહિત દસ સામે ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: દ્વારકાના આઠ શખ્સ તથા એક મહિલાએ દ્વારકામાં શાખા ધરાવતી એક ખાનગી બેંકમાં રૂ.૯૭ લાખથી વધુની રકમ લોન પેટે મેળવવા પોતાની પાસે રહેલુ ઓછા કેરેટનું અને હલકુ સોનુ બેંકના વેલ્યુઅરને પોતાની સાથે મેળવી લઈ ખોટો રિપોર્ટ તૈયાર કરાવી બેંકને આપી દેતા ચારેક વર્ષ પહેલાં બેંકે ઉપરોક્ત રકમ લોન પેટે ધીરી દીધી હતી. ત્યારપછી આ કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. શાખા મેનેજરે લોન લેનાર નવ વ્યક્તિ તથા બેંકના વેલ્યુઅર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દ્વારકા શહેરમાં ભદ્રકાળી ચોકમાં આવેલી એક્સિસ બેંકની શાખામાં મેનેજરની ફરજ બજાવતા અને જામનગરમાં આનંદ ટેનામેન્ટ્સમાં રહેતા યોગેશભાઈ દિનેશભાઈ વાગડીયાએ દ્વારકાના પોલીસ મથકમાં દસ શખ્સ સામે રૂ.૯૭,૧૭,૯૦૦ની કિંમતનું હલકુ સોનુ બેંકને આપી દઈ તેના પર લોન મેળવી લઈ બેંક સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ યોગેશભાઈ જે શાખામાં મેનેજર છે તે ભદ્રકાળી ચોક શાખામાં વર્ષ ૨૦૨૦ તથા ૨૦૨૧માં કેટલાક વ્યક્તિઓએ લોન મેળવવા માટે તજવીજ કરી હતી. લોન સામે મોર્ગેજમાં મુકવા માટે નવ શખ્સે પોતાની પાસે રહેલુ સોનુ મુકવાની વાત કરી હતી. તેના પગલે શાખા મેનેજરે આ સોનાનું વેલ્યુએશન કઢાવવા માટે કહેતા દ્વારકાના ભલાભાઈ નાથાભાઈ ખાંભલીયા, એસ.કે. મુસ્તુફા, અઝીમ હફીઝ મુલા, ભીમ બિજલી, રાજેશ ધોરીયા, કાદર રહીમ વલી, અકીબ અઝીમ મુલા, રજીયા અઝીમ મુલા, સોમા ભીખા નાંગેશ નામના વ્યક્તિઓએ એક્સિસ બેંક દ્વારા નિમવામાં આવેલા વેલ્યુઅર અક્ષય ગોરધનદાસ ધાણકનો સંપર્કે કર્યાે હતો. આ શખ્સોએ અક્ષય ધાણકને પોતાની સાથે મેળવી લેતા ઓછા કેરેટનું સોનુ હોવા છતાં અક્ષયે વધુ કેરેટનું સોનુ હોવાનું અને ગુણવતા પણ સારી હોવાનું રિપોર્ટમાં જણાવી દીધુ હતું અને તેના પગલે બેંકે રૂ.૯૭,૧૭,૯૦૦ની લોન આપી દીધી હતી.

ત્યારપછી ઉપરોક્ત કારસ્તાનની જાણ થતાં શાખા મેનેજર યોગેશભાઈએ ગઈકાલે બપોરે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક મહિલા સહિત નવ લોન લેનાર વ્યક્તિ તથા બેંકના વેલ્યુઅર અક્ષય ધાણક સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh