Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાકિસ્તાનની સંસદમાં ગધેડાની એન્ટ્રીઃ
ઈસ્લામાબાદ તા. ૮: પાડોશી દેશ પાકિસ્તાનમાંથી અજીબ-અજીબ હરકતોના વીડિયો વાયરલ થતા રહે છે. પાકિસ્તાનની સંસદની પણ કંઈક આવી જ હાલત છે. પાકિસ્તાનની સંસદનો એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાન સંસદમાં ત્યારે હોબાળો મચી ગયો, જ્યારે ચાલુ સત્ર દરમિયાન અચાનક એક ગધેડો અંદર ઘૂસી આવ્યો. થોડી ક્ષણો માટે તો સાંસદો પણ ચોંકી ગયા અને આખા સદનમાં સાંસદો આ ઘટના જોઈ હસવા લાગ્યા હતાં. વીડિયો વાયરલ થયા પછી લોકો તેના પર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. તેમાંથી એકયુઝરે કોમેન્ટ કરી કે, ગધેડાઓની પાર્લિયામેન્ટમાં વધુ એક... આ કોમેન્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.
જો કે, આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે, પણ તેનાથીયે વધારે તે પાકિસ્તાનની સંસદની સુરક્ષા પર સવાલો ઊભા કરે છે, જો કે સદનમાં હાજર સાંસદો અને ચેરમેન યુસુફ રઝા ગિલાનીએ આ સ્થિતિને હ્યુમરમાં લેતા સંભાળવાની કોશિશ કરી હતી, પણ આ ઘટનાએ સોશિયલ મીડિયા પર મીમ્સ અને ચર્ચાઓ વહેતી કરી છે.
સેનેટ ચેરમેન યુસુફ રઝા ગિલાનીએ માહોલ હળવો કરતા કહ્યું કે, જાનવર પણ ઈચ્છે છે કે અમારા કાયદા પર સુનાવણી થાય. આ વાત પર સદનમાં હાજર સાંસદો હસવા લાગ્યા હતાં અને થોડી વાર હસી-મજાક થવા લાગી.
આ ઘટના પછી સંસદની સુરક્ષા ટીમે આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. શરૂઆતી રિપોર્ટસ અનુસાર નજીકના ફાર્મમાંથી એક ખુલ્લો સર્વિસ કોરિડોર આ ગધેડાને અંદર આવવાનું કારણ બન્યો. વર્ષ ર૦ર૩ માં પણ આવી જ રીતે એક રખડતો કૂતરો સંસદ પરિસરમાં ઘૂસી આવ્યો હતો. ત્યારપછી સુરક્ષા વધારવાની સલાહ આપી હતી. હવે આ નવા કેસે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત વધારી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial