Advertisement
Author: નોબત સમાચાર

જોડિયામાં બ્રહ્મલીન મહંત ભોલેદાસ બાપુની પુણ્યતિથિની ઉજવણીઃ વિવિધ કાર્યક્રમો

વિવિધ શાળાઓના ૧ર૦૦ બાળકોએ મહાપ્રસાદ લીધોઃ

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૮: જોડિયામાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર 'રામવાડી'માં રામવાડી ભક્ત સમુદાય દ્વારા રામવાડી આશ્રમના બ્રહ્મલીન મહંત પ.પૂ. સંતશ્રી ભલેદાસજી બાપુની ૭ મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં, જેમાં ભક્તજનો દ્વારા પૂ. ભોલેદાસજી બાપુની સમાધી અને ધુુણામાં વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. બટુક ભોજનમાં જોડિયા ગામ તથા આસપાસની વિવિધ સ્કૂલોના ૧ર૦૦ બાળકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.

સંત ભોલેદાસજી બાપુની સમાધી અને પૂ. બાપુના અલખ ધુણામાં ઢોલ-નગારા અને ઝાલરો સો રામવાડીના ભક્ત એવા શનિભાઈ વડેરાએ મહાઆરતી કરી હતી. ત્યારપછી બહોળી સંખ્યામાં ભક્તગણે મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh