Advertisement
Author: નોબત સમાચાર

થાઈલેન્ડે કંબોડિયા પર એફ-૧૬થી કર્યા હવાઈ હૂમલાઃ તણાવ ચરમસીમાએ

ટ્રમ્પના સિઝફાયરનો ફિયાસ્કો !

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૮: ટ્રમ્પે કરાવેલું સીઝફાયરનો ૪૫ દિવસમાં ફિયાસ્કો થયો છે. અને થાઈલેન્ડની કંબોડિયા પર ફરી એરસ્ટ્રાઈક કરીને એફ-૧૬થી હુમલો કર્યો છે.

શાંતિના પ્રયાસો છતાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સીમા વિવાદ ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સીધી મધ્યસ્થીથી માત્ર ૪૫ દિવસ પહેલાં જ જે સીઝફાયર કરાર થયો હતો, તેને તોડીને થાઇલેન્ડે ફરી એકવાર કંબોડિયાની સરહદ પર એર સ્ટ્રાઇક કરી છે.

થાઇલેન્ડની સેનાના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઇ સુવારીના સોમવારના નિવેદન મુજબ, થાઇલેન્ડે તેની વિવાદાસ્પદ સરહદ પર હવાઈ હુમલા કર્યા છે, જ્યારે બંને દેશો એકબીજા પર યુદ્ધવિરામ ભંગ કરવાનો આરોપ લગાવી રહૃાા છે, જેના કારણે દક્ષિણ-પૂર્વ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

થાઇલેન્ડે કંબોડિયાની સરહદ પર હુમલા કરવા માટે એફ-૧૬ ફાઇટર જેટ્સ તૈનાત કર્યા છે. થાઇ સેનાએ જાહેર કરેલા નિવેદન અનુસાર, ઉબોન રાચથાની પ્રાંતના પૂર્વીય વિસ્તારમાં થયેલી બે નવી અથડામણોમાં એક થાઇ સૈનિક શહીદ થયો અને અન્ય ચાર ઘાયલ થયા છે.

બીજી તરફ કંબોડિયાના રાષ્ટ્રીય રક્ષા મંત્રાલયે થાઇ સૈન્ય દળો પર ક્રૂર અને અમાનવીય હુમલાઓ શરૂ કરવાનો આરોપ લગાવ્યો છે. કંબોડિયાએ આ હુમલાઓને માત્ર છ અઠવાડિયા પહેલાં હસ્તાક્ષર કરાયેલા દ્વિપક્ષીય શાંતિ કરારનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું.

કંબોડિયાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ મેલી સોચિયાટાએ જણાવ્યું કે હુમલા ૮ ડિસેમ્બરે સવારે ૫:૦૪ વાગ્યે આન સેસ વિસ્તારમાં શરૂ થયા. થાઇ સેનાએ પ્રીહ વિહાર મંદિર સહિતના અનેક વિસ્તારો તરફ દારૂગોળા વરસાવ્યા, જેને કંબોડિયાએ ઉશ્કેરણી બાદનો સંકલિત હુમલો ગણાવ્યો છે. મંત્રાલયે કહૃાું કે, આ હુમલો થાઇ સેના દ્વારા થયેલી ઘણી ઉશ્કેરણીજનક કાર્યવાહીઓ પછી થયો હતો. જોકે, બે અલગ-અલગ હુમલાઓ છતાં કંબોડિયાની સેનાએ મહત્તમ સંયમ જાળવ્યો, વળતો ગોળીબાર ન કર્યો અને શાંતિપૂર્ણ સમાધાનની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. કંબોડિયાઈ કમાન્ડર પરિસ્થિતિ પર સંપૂર્ણ સતર્કતા અને સાવધાનીથી નજર રાખી રહૃાા છે.

ઉલ્લેખનિય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર ૪૫ દિવસ પહેલાં જ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સીમા વિવાદમાં સીઝફાયર કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઘટના ૨૦૨૫માં બની હતી, જ્યારે જુલાઈના અંતમાં સરહદ પર અથડામણો થઈ. ટ્રમ્પે ૨૬ જુલાઈ, ૨૦૨૫ના રોજ બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરી અને વેપારના દબાણની ધમકી આપીને તાત્કાલિક સીઝફાયર માટે રાજી કર્યા. ત્યારબાદ ૨૮ જુલાઈ, ૨૦૨૫થી સીઝફાયર પ્રભાવી થઈ ગયો. તેની ઔપચારિક ઘોષણા અને વિસ્તૃત કરાર ૨૬ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ મલેશિયાના કુઆલાલંપુરમાં આસિયાન શિખર સંમેલન દરમિયાન થયો, જ્યાં ટ્રમ્પ પણ સામેલ હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh