Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી ૪૫ દિવસ સુધી ટ્રેન સેવાને અસરઃ
જામનગર તા. ૮: ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પીટ લાઈનની મરામત કામગીરી માટે બ્લોક લેવામાં આવ્યો છે. પરિણામે આગામી ૪૫ દિવસ સુધી ટ્રેન સેવાને અસર રહેશે. જ્યારે ઓખા-ભાવનગર ટ્રેન એક અઠવાડીયામાં ચાર દિવસ રાજકોટથી ઉપડશે.
ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન તા. ૧૪ ડિસેમ્બરથી ૨૬ જાન્યુઆરી સુધી અઠવાડીયામાં ચાર દિવસ દરેક રવિવાર, સોમવાર, બુધવાર અને ગુરૂવારના ઓખાના બદલે રાજકોટથી શરૂ થશે અને ચાર દિવસ ભાવનગરથી રાજકોટ વચ્ચે જ ચાલશે. એટલે કે ઓખા-રાજકોટ વચ્ચે રદ રહેશે.
તેવી જ રીતે વળતા આ ટ્રેન ભાવનગર-ઓખા તા. ૧૩-૧૨-૨૫ થી તા. ૨૫-૧-૨૬ અઠવાડીયામાં ચાર દિવસ દરેક મંગળવાર, બુધવાર, શનિવાર અને રવિવારે ભાવનગરથી રવાના થઈ રાજકોટ સુધી જ ચાલશે. એટલે કે રાજકોટ-ઓખા વચ્ચે રદ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial