Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સપ્તશ્રૃંગીના દર્શન કરીને પરત આવતા હતાં
નાસિક તા. ૮: નાસિકમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ૮૦૦ ફૂટ ઊંડી ખીણમાં ઈનોવા કાર ખાબકતા પટેલ પરિવારના ૬ લોકોના મૃત્યુ થયા છે.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં વાણી ગામ નજીક ભવારી ધોધ નજીક ઘાટ વળાંક પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક ઈનોવા કાર ૮૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક જ પરિવારના છ શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં.
શ્રદ્ધાળુઓ સપ્તશ્રૃંગી ગઢ માતા સપ્તશ્રૃંગીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતાં ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘાટ રોડ પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે ઈનોવા કાર અચાનક કાબુ ગુમાવી દીધી અને સીધી ખીણમાં ખાબકી હતી. મૃતકોની ઓળખ કીર્તિ પટેલ (ઉ.વ. પ૦), રસીલા પટેલ (ઉ.વ. પ૦), વિઠ્ઠલ પટેલ (ઉ.વ. ૬પ), લતા પટેલ (ઉ.વ. ૬૯), પચન પટેલ (ઉ.વ. ૬૦) અને મણિબેન પટેલ (ઉ.વ. ૬૦) તરીકે થઈ છે. બધા પિંપળગાંવ બસવંતના રહેવાસી છે.
આ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, સપ્તશ્રૃંગી ગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને ગ્રામ્ય પરિષદના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. કાર જ્યાં પડી તે સ્થાન અત્યંત જોખમી અને લગભગ ઊભી, ૮૦૦ ફૂટ ઊંડી છે, જેના કારણે બચાવ ટીમને નીચે ઉતરવું મુશ્કેલી બન્યું છે. મૃતદેહો હજુ સુધી મળી આવ્યા નથી.
સ્થાનિકોએ જાહેર બાંધકામ વિભાગ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેઓનું કહેવું છે કે, ઘાટના આ વળાંક પરનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હતો અને વારંવાર ફરિયાદો કરવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું. રસ્તાની ખારબ હાલત આ જીવલેણ અકસ્માતનું મુખ્ય કારણ હતું. નાશિકથી વધારાની બચાવ ટીમો બોલાવવામાં આવી છે અને કામગીરી ચાલુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial