Advertisement
Author: નોબત સમાચાર

ગુજ. રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજવા માંગણી

રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજવાની માગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.

સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાને પત્ર પાઠવી રજૂઆત અને માગણી કરી છે.

જેમાં જણાવ્યું છે કે, આશરે ૧પ હજાર જેટલા શિક્ષકોને સ્પર્શતા ૧પ મહત્ત્વના પ્રશ્નો અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. મુખ્ય પડતર માગણીઓમાં જિલ્લા પંચાયત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એમ બન્ને જગ્યાએ શિક્ષક તરીકે નોકરી કરનારને નિવૃત્તિ સમયે બે જગ્યાએથી પેન્શન મેળવવાની વિસંગતતા દૂર કરવી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો માટે જુથ વીમા યોજનાની દરખાસ્તને નાણા વિભાગમાંથી તાત્કાલિક મંજુરી આપવી, રાજ્યની તમામ ર૦ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧પ હજાર શિક્ષકો મુખ્ય શિક્ષકોને આ યોજના હેઠળ લાભ આપવાની, વહીવટી કાર્યવાહી આરોગ્ય અને સામાન્ય વહીવટ વિભાગ મારફત તાત્કાલિક પૂર્ણ કરાવવી. હાઈકોર્ટના ચૂકાદા અન્વયે ગ્રેડ-પે ના એરિયર્સથી વંચિત રહેલા શિક્ષકોને વહેલી તકે એરિયર્સ અંગે નાણા વિભાગ સમક્ષ રજૂઆત કરી ઉકેલ લાવવા, ૧૯૯૭ થી ભરતી થયેલ તમામ શિક્ષકોને ફિક્સ પગારના સમયગાળાની રજાઓ જમા કરવા અંગે યોગ્ય કરવા, શિક્ષણ સેવા વોર્ગ-૧ અને ર ની જગ્યા ઉપર પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય ગણાવા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકને વયમર્યાદામાંથી મુક્તિ આપી સળંગ સેવા ગણવી જોઈએ.

પગાર કેન્દ્ર સિવાયની ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાને પણ શાળા સહાયક ફાળવવા અને તેની ભરતી પ્રક્રિયા એલએમસી મારફત થાય તેવી સમીક્ષા કરવા, સીસીસી પરીક્ષા પાસ કરવાની મુદ્ત ડિસેમ્બર ર૦ર૬ સુધી લંબાવવા, કેળવણી નિરીક્ષકની બઢતી અને સિધી ભરતીથી પરીક્ષા સત્વરે યોજવા, આયોજન કરવાની જરૂરી છે.

નવી શિક્ષણ નીતિ મુજબ શિક્ષક મહેકમમાં સુધારા કરી વિદ્યાર્થી-શિક્ષક રેશિયો ઘટાડો કરવા, ગુજ. પ્રાથ્. શિક્ષણ અધિનિયમનની ૧૯૪૭ ની કલમની સમીક્ષા કરી જરૂરી સુધારા કે કલમો રદ્ કરવા, ગૃણાંગત્સવ મૂલ્યાંકન માળખા અંગેના જરૂરી ફેરફાર માટે કમિટી રચી સંઘના સૂચનો ધ્યાને લેવા, રાજ્ય સરકારની વિવિધ શિક્ષક અને વિદ્યાર્થીલક્ષી યોજનાઓ અને કામગીરીઓ શિક્ષણ વિભાગ દ્વારા એક જ પોર્ટલ પર ઉપલબ્ધ કરવા અંગે સમીક્ષા થવી જોઈએ.

આઈટી અને જ્ઞાન સાધના હેઠળ અપાતી સ્કોલરશીપ ખાનગી શાળાઓને ચૂકવાતી ફી જેટલી જ રકમ સરકારી શાળાઓમાં બાળકોને શિષ્યવૃત્તિ તરીકે મળે તેવી રજૂઆત પર સમીક્ષા કરવા, વ્યાયામ, શિક્ષકો તથા સંગીત તથા ચિત્ર શિક્ષકોમાં સમિતિમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘના એક પ્રતિનિધિને સ્થાન આપવું જોઈએ. શિક્ષણ મંત્રી આ ગંભીર પ્રશ્નની નોંધ લેશે અને શિક્ષક સમુદાયને ન્યાય માટે તાત્કાલિક ધોરણે બેઠકનું આયોજન કરી સકારાત્મક નિરાકરણ લાવશે તેવી આશા પણ શિક્ષક સંઘે વ્યક્ત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh