Advertisement
Author: નોબત સમાચાર

જામરાવલમાંથી તાજુ જન્મેલુ બાળક ત્યજી દીધેલી હાલતમાં મળ્યું: પોલીસ દ્વારા તપાસ

બાળકનું મૃત્યુ નિપજ્યું હોવાનું ખૂલ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામમાંથી સોમવારે સવારે એક તાજુ જ જન્મેલુ બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે. મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને પોલીસે પીએમ માટે ખસેડી તેના વાલી-વારસની શોધ આરંભી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામના વાડી વિસ્તારમાંથી સવારે તાજુ જ જન્મેલુ એક બાળક ત્યજી દેવાયેલી હાલતમાં જોવા મળ્યું હતું.

આ બાબતની કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ધસી ગયો હતો. આ બાળકને પોલીસે ચકાસતા બાળક મૃત્યુ પામેલુ જણાઈ આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આ બાળકને ત્યજી દેનાર વ્યક્તિઓ અથવા તેની માતાની શોધ શરૂ કરી છે. આ બનાવે જામરાવલમાં ચકચાર પ્રસરાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh