Advertisement
Author: નોબત સમાચાર

ડિજિટલ આધાર વેરિફિકેશન માટે કયુઆર કોડ આધારિત નવો નિયમઃ ટૂંક સમયમાં નોટિફિકેશન

હોટલ, ઈવેન્ટ સહિત કયાંય આધારની ઝેરોક્ષ નહીં આપવી પડે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા.૮: સરકાર ટૂંક સમયમાં આધાર વેરિફિકેશન માટેનો નવો નિયમ લાવી રહી છે. હોટલ-ઈવેન્ટ આયોજક- અન્ય સંસ્થાઓ આધારની ફોટોકોપી લઈ નહી શકે. ઓનલાઈન વેરિફિકેશન નવી રીતે થશે.

આધાર કાર્ડના ઉપયોગ અને સુરક્ષાને લઈને એક મોટો નિયમ ટૂંક સમયમાં અમલમાં આવવાનો છે. કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં એવો નિયમ જાહેર કરવાની તૈયારી કરી છે, જેનાથી હોટેલ્સ, ઇવેન્ટ આયોજકો અને અન્ય સંસ્થાઓ ગ્રાહકોના આધાર કાર્ડની ફિઝિકલ ફોટોકોપી લેવા અને તેને સંગ્રહિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે.

પીટીઆઈના અહેવાલ અનુસાર, આ ફેરફારનો મુખ્ય હેતુ આધાર કાર્ડની ફોટોકોપી પર અંકુશ મૂકવાનો છે, જેથી પ્રાઈવસીનું જોખમ ઘટાડી શકાય. આ સિવાય તે વર્તમાન આધાર કાયદાની વિરુદ્ધ પણ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ નવા નિયમને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ તે જાહેરનામું બહાર પાડશે.

યુઆઈડીએઆઈના સીઈઓ ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે, જે સંસ્થાઓ ઓફલાઇન આધાર વેરિફિકેશન કરવા માંગે છે, તે તમામે હવે યુઆઈડીએઆઈમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ફક્ત ડિજિટલ માધ્યમોથી જ ગ્રાહકનું વેરિફિકેશન કરવું પડશે.  નવા નિયમ મુજબ પેપર-આધારિત વેરિફિકેશનને અટકાવવા અને આધાર ડેટાના દુરુપયોગની શક્યતાને ઘણી હદ સુધી ઘટાડવા માટે હોટેલ્સ, રિટેલ આઉટલેટ્સ કે ઇવેન્ટ સ્થળોએ હવે સુરક્ષિત છે. એપીઆઈ (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) દ્વારા કયુઆર કોડ સ્કેનિંગ અથવા  યુઆઈડીએઆઈની નવી એપ આધારિત વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવો ફરજિયાત થઈ જશે.

યુઆઈડીએઆઈ એક નવી એપ્લિકેશનનું બીટા-ટેસ્ટિંગ કરી રહૃાું છે, જેની મુખ્ય વિશેષતા 'એપ-ટુ-એપ' વેરિફિકેશનની સુવિધા આપવાની છે. આ ઓફલાઇન સુવિધાને કારણે, આધાર કાર્ડના વેરિફિકેશન માટે દરેક વખતે સેન્ટ્રલ સર્વર સાથે લાઇવ કનેક્શનની જરૂર નહીં પડે. જેથી આ ઓફલાઈન સુવિધાનો મોટો ફાયદો એ થશે કે એરપોર્ટ, રિટેલ આઉટલેટ્સ કે ઇવેન્ટ સ્થળો જેવા નેટવર્કની સમસ્યાવાળા વિસ્તારોમાં પણ આધાર કાર્ડનું ચેકિંગ હવે સરળતાથી કરી શકાશે.

નવી સિસ્ટમની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે સર્વર ડાઉન થવા જેવી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે. હાલમાં, ઇન્ટરમીડિયેટ સર્વર સિસ્ટમ પરની ટેકનિકલ સમસ્યાઓના કારણે આધાર વેરિફિકેશન વારંવાર અટકી જાય છે, પરંતુ કયુઆર અને એપ-આધારિત ઓફલાઇન વેરિફિકેશન દ્વારા આ મુશ્કેલી દૂર થશે. આ મોડેલ યુઝર્સની પ્રાઇવસીને વધુ મજબૂત બનાવશે અને પેપર કોપી લીક થવાના જોખમને સંપૂર્ણપણે નાબૂદ કરશે, તેમ યુઆઈડીએઆઈ સ્પષ્ટ કરે છે. વધુમાં, આ સંપૂર્ણ વ્યવસ્થા આગામી ૧૮ મહિનામાં સંપૂર્ણ રીતે લાગુ થનારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ  સાથે પણ સુસંગત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh