Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વહેલો વારો આવે તે માટે આગલી રાતથી જ લાઈનો લાગી જાય છે !
ધ્રોલ તા. ૮: ધ્રોલઃ મોટા વાગુદળ મગફળી ખરીદી કેન્દ્ર પર પૂર્વ ભાજપ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા ૧૦૦૦થી વધુ ખેડૂતો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રવર્તે છે.
ધ્રોલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહૃાા છે, જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ઇન્ડી એગ્રો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.
બજારભાવ કરતાં ટેકાના ભાવ વધુ મળતા હોવાથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની મગફળી વેચવા માટે ખરીદી કેન્દ્રો પર ઉમટી રહૃાા છે. આ ખરીદી પ્રક્રિયામાં પોતાનો વારો આવે તેની રાહ જોતા ખેડૂતોને આગલા દિવસની રાતથી જ લાઈનમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધ્રોલ તાલુકાના મોટા વાગુદળના મગફળી ખરીદી કેન્દ્ર પર ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.
ખેડૂતોની હાલાકીને સ્વયં અનુભવતા, રાજભા જાડેજાએ આ ખરીદી કેન્દ્ર પર દરરોજ બપોરે એક હજારથી વધુ ખેડૂતો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા શરૂ કરી છે. જે ખેડૂતો પોતાનો વારો આવી જશે તેવી આશામાં ઘરે જમવા પણ જતા નથી, તેમના માટે આ ભોજન વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
પૂર્વ પ્રમુખ રાજભા જાડેજાની આ સેવાકીય પ્રવૃત્તિથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન ગણેશભાઈ મુંગરા, ધ્રોલ તાલુકા ભાજપના મહામંત્રી કલ્પેશભાઈ માલાણી, તેમજ અન્ય અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં આ સેવાકાર્યનો પ્રારંભ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial