Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પીરીટમાં ફ્લેવર કલર ઉમેરી બોટલ, પાઉચમાં પેક કરાતો હતો બનાવટી દારૃઃ
જામનગર તા. ૧૯: જામનગરના નેવીમોડા ગામમાં એક ખેતર સ્થિત મકાનમાંથી એલસીબીએ બનાવટી ઈંગ્લીશ દારૂની ફેક્ટરી પકડી પાડી છે. સ્થળ પરથી જામનગરના બે તથા રાજસ્થાનના ચાર શખ્સ મળી આવ્યા છે. આ શખ્સો સ્પીરીટમાં ફલેવર કલરનું મીક્સીગ કરી બનાવટી દારૂનું ઉત્પાદન કરતા હતા. સ્થળ પરથી ૬૦૦ લીટર કહેવાતો દારૂ અને અન્ય માલસામાન તેમજ મોટર અને આઠ મોબાઈલ કબજે કરી લેવાયા છે. છએય શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે.
જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના સુમિત શિયાર, ભયપાલસિંહ, અજય વિરડા, કિશોર પરમાર, ભરત ડાંગરને બાતમી મળી હતી કે, જામનગર નજીકના નેવી મોડા ગામમાં બે શખ્સ દ્વારા એક ખેતરમાં ઈંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી છે.
તે બાતમીથી પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરવામાં આવ્યા પછી પીએસઆઈ પી.એન. મોરી, પીએસઆઈ સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળની એલસીબી ટીમ નેવીમોડા ગામમાં ધસી ગઈ હતી. જ્યાં હરદીપસિંહ સુખુભા જાડેજા ઉર્ફે લાલા નામના શખ્સના ખેતર સ્થિત મકાનમાં દરોડો પાડવામાં આવતા ત્યાંથી બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવાતો હોવાનું ધ્યાનમાં આવ્યંુ હતું. આ શખ્સ પોતાના જામનગરવાળા મિત્ર શ્રીરાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલાને સાથે રાખી આ ફેક્ટરી ચલાવતો હોવાનું ખૂલ્યું છે.
આ બંને શખ્સોએ રાજસ્થાનના અર્જુનસિંગ તેજસિંગ સોઢા તથા સૂર્યપ્રતાપસિંગ ભાનુપ્રતાપસિંગ રાઠોડ નામના શખ્સોને ભાગીદારીમાં રાખી બનાવટી ઈંગ્લીશ દારૂની ફેક્ટરી શરૂ કરવાનું આયોજન ઘડી કાઢ્યા પછી તેને શરૂ કરી દીધી હતી.
આ શખ્સોએ પ્લાસ્ટિકના પાઉચ, ઈંગ્લીશ દારૂની હોય તેવી બોટલ, બોટલના ઢાંકણા, પુઠાની પેટીઓ, સ્ટીકર મેળવ્યા પછી હરદીપસિંહની વાડીમાં આલ્કોહોલ માપવાનંુ મશીન, સ્પીરીટનો જથ્થો, દારૂમાં ભેળવવા માટેનું કેમિકલ, બોટલ સીલ કરવા માટેનું મશીન વગેરે વસાવવા ઉપરાંત પ્લાસ્ટિકના ત્રણ બેરલ પણ લઈ લીધા હતા. ત્યારપછી આ શખ્સો સ્પીરીટ, ફલેવર કલરનું મિશ્રણ કરી બનાવટી ઈંગ્લીશ દારૂ તૈયાર કરી તેને બોટલ તથા પાઉચમાં ભરી વેચાણ માટે મોકલી દેતા હતા.
એલસીબીએ સ્થળ પરથી સ્પીરીટથી બનાવેલો ૬૦૦ લીટર કહેવાતો ઈંગ્લીશ દારૂ, ૧૦૫૬ ચપલા, નવ લીટર કેમિકલ, ચાર બોટલમાં રહેલો ફૂડ કલર, ૨૦૫૦ ઢાંકણા, ૧૪૯ નંગ બોક્સ, સાડા નવસો પાઉચ, પુઠાની પેટી તથા ઢાંકણા ઉપર લગાવવાના ૧૧૧૦ સ્ટીકર, બોટલ સીલ કરવાના ત્રણ મશીન, પ્લાસ્ટિકના ત્રણ બેરલ સાથે આઠ મોબાઈલ અને એક મોટર કબજે કરી લીધા છે.
આ ફેકટરીમાં હરદીપસિંહ ઉર્ફે લાલો, શ્રીરાજસિંહ, રાજસ્થાનના બાડમેર જિલ્લાનો અર્જુનસિંગ, બિયાવર જિલ્લાનો સૂર્યપ્રતાપસિંગ તેમજ બિયાવર જિલ્લાનો જ શૈતાનસિંગ ઉકારસિંગ રાઠોડ, ભીલવાડા જિલ્લાના સાવરલાલ ઘેરવચંદ્ર મેવાડા નામના છ શખ્સની અટકાયત કરી છે.
આ શખ્સો બનાવટી ઈંગ્લીશ દારૂ તૈયાર કરવા માટે કલરવાળું પ્રવાહી પાણીની ટાંકમાં મિશ્રણ કર્યા પછી રોયલ સ્ટગ બ્રાંડની વ્હીસ્કીના બનાવટી સ્ટીકર, બુચ જેમાં લગાડેલા હતા તે પાઉચ તથા બોટલમાં ભરી લઈ તે દારૂનો જથ્થો જામનગરમાં વેચાણ માટે મોકલતા હતા. છએય સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
ઉપરોક્ત દરોડા ઉપરાંત એલસીબીના ક્રિપાલસિંહ, યુવરાજસિંહ, મયુરસિંહને મળેલી બાતમીના આધારે ધ્રોલના દેડકદળ ગામના ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા, ભગીરથસિંહ મેરૂભા જાડેજા, છત્રપાલસિંહ હરદેવસિંહ જાડેજા નામના ત્રણ શખ્સને ઈંગ્લીશ દારૂના ૨૭૧ ચપલા સાથે એલસીબી સ્ટાફે પકડી પાડ્યા હતા. આ શખ્સોએ દારૂનો આ જથ્થો જામનગરના સિદ્ધરાજસિંહ ઝાલા આપી ગયાનું કબૂલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે શ્રીરાજસિંહ સામે જામનગરના પંચકોશી એ ડિવિઝન, રાજકોટના ગાંધીગ્રામ-ર યુનિ. પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા નોંધાયેલા છે. જ્યારે ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ સામે ધ્રોલમાં એક, ભગીરથસિંહ મેરૂભા સામે ધ્રોલમાં એક તથા છત્રપાલસિંહ હરદેવસિંહ સામે પડધરીમાં એક ગુન્હો નોંધાયેલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial