Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ પાસેથી ઝડપાયેલા લાખ્ખોના ડ્રગ્સ પ્રકરણના એક આરોપીની મુંબઈથી અટકાયત

કુખ્યાત ગેંગના સદસ્યને એસઓજીએ દબોચ્યોઃ

ખંભાળિયા તા.૧ ઃ ભાણવડના ત્રણ પાટિયા પાસેથી બે વર્ષ પહેલા પોલીસે સવાસો ગ્રામ ડ્રગ્સ પકડી પાડ્યું હતું. જેમાં મુંબઈની એક કુખ્યાત ગેંગના સદસ્યનું નામ ખૂલ્યું હતું. આ આરોપીને દ્વારકા એસઓજીની ટીમે મુંબઈમાંથી પકડી પાડ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ત્રણ પાટિયા પાસેથી વર્ષ ૨૦૨૧માં ૧૨૪.૫ ગ્રામ એમડી ડ્રગ્સ પ્રકરણમાં મહમદખાલીદ અસગરઅલી ખાન નામના શખ્સની સંડોવણી પણ ખૂલવા પામી હતી. પોલીસે તેને ફરાર જાહેર કરી તપાસ શરૃ કરી છે.

દ્વારકા જિલ્લાની એસઓજી ટીમે તા જેતરમાં ખંભાળિયા પાસેથી ૧૭,૬૫૦ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે જામનગર અને ત્યારબાદ મુંબઈના એક શખ્સને ઝડપી લીધા બાદ એસઓજી પોલીસ દ્વારા મુંબઈમાં કરવામાં આવી રહેલી કામગીરી અંતર્ગત એસઓજીના હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ડાંગરને મુંબઈમાં ખાનગી બાતમીદાર વડે મળેલી માહિતી  મુજબ મુંબઈના અલકાપુરી વિસ્તારમાં આવેલા મુસ્કાન બિલ્ડીંગમાંથી બે વર્ષ પૂર્વેના એમડી ડ્રગ્સ પ્રકરણના આરોપી મહમદખાલીદ અસગરઅલી ખાનને તેના રહેણાંક વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો હતો. આ શખ્સ કુખ્યાત એજાઝ લાકડાવાલા ગેંગનો સદસ્ય છે. આ ગેંગ સામે લૂંટ, અપહરણ, હત્યા, વસૂલી, હત્યા પ્રયાસ સહિતના સંખ્યાબંધ ગુન્હાઓ નોંધાયેલા છે. મહારાષ્ટ્ર સરકાર આ ગેંગ સામે એમસીડીસીએ કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh