Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટર તથા અધિકારીઓએ પણ ખેડૂતો પાસેથી કરી ખરીદીઃ
ખંભાળિયા તા. ૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખંભાળિયામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશોનું એક્ઝિબિશન-કમ-સેલ યોજાયું હતું. જેમાં જિલ્લા કલેક્ટર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓએ પણ પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી કરી હતી.
ભારત દેશમાં પ્રાચીન યુગથી કૃષિ ઋષિઓની પરંપરા રહી છે. પ્રકૃતિએ ધરતી પર કૃષિના રૃપમાં માનવજાત પર સૌથી મોટા આશીર્વાદ આપ્યા છે. કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષના ધરતીપુત્રો સુખી અને સમૃદ્ધ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભારતના ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ છે. ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે સમૃદ્ધિની દિશામાં આત્મનિર્ભર બની આગળ આવી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અનેક ખેડૂતો સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ખેડૂતોને પ્રોત્સાહન પૂરૃં પાડવા અને પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ સંકલન સહફરિયાદ નિવારણ સમિતિની બેઠક પછી જિલ્લા સેવા સદનમાં પ્રાકૃતિક ખેતપેદાશ વેંચાણ-પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે જિલ્લા કલેક્ટર અશોક શર્મા દ્વારા શાકભાજી, કઠોળ સહિતની પ્રાકૃતિક પેદાશોની ખરીદી કરવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે અને તેમની પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ થાય તેવા આશય સાથે જિલ્લા સેવા સદનમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ-પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા પ્રાકૃતિક ખેતપેદાશોની ખરીદી કરવામાં આવી હતી.
ગાવો વિશ્વસ્ય માતરઃ ઋગ્વેદના આ શ્લોક અનુસાર વેદોમાં ઋષિઓએ માઁ ના રૃપે ધરતી માતા અને ગૌમાતાને વિશેષ દરજ્જો આપ્યો છે. જેની સુરક્ષાની જવાબદારી દરેક માનવી પર છે. ધરતી માતાનું સ્વાસ્થ્ય ગૌમાતાના સંરક્ષણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. ત્યારે ખેડૂતો હવે ધરતીમાતાના રક્ષણ કાજે ગૌ આધારીત ખેતી તરફ વળી રહ્યા છે. માત્ર મગફળી, કપાસ, કઠોડ જેવા પાકો જ નહીં, પરંતુ શાકભાજી, વિવિધ ફળોનું પણ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી વાવેતર કરવામાં આવી રહ્યું છે અને આવક માટેનું નવું માધ્યમ બનાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial